________________
૨૦૭
જોઈએ. જેવી રીતે અને કેવલ ઉપરના ભાગમાં વૃક્ષની છાલની માફક કાંચળી રહે છે, પણ શરીર અંદર રહેતી નથી. એવી રીતે આત્માની સાથે કામણ શરીર (સૂમ શરીર) ને સંબંધ ન સમજ જોઈએ, કિન્તુ સંસારી આત્મા અને કર્મને એવા પ્રકારે મળેલ માનવે જોઈએ કે, જેવી રીતે દુધમાં સાકર અથવા પાણીમાં મીઠાનું મળી જવું થાય છે. જેમ દાદરની દવા બનાવતી વખતે પારાને અને ગંધકને પીસીને એકમેક કરવાથી બન્નેની અવસ્થા બીલકુલ કાજલ સરખી થઈ જાય છે, અને પારાનું વેતપણું અથવા ચમક અને ગંધકનું પીલા પણું કયાંય જતું રહે છે, દેખાતું નથી. એવી રીતે આત્માની સાથે કર્મોને સંવશે સંબંધ રહેવાથી બન્નેની અવસ્થા વિકૃત રહે છે. તેથી આત્મા અનંત દુઃખ સુખ રૂપ પરણુતિ કરે છે અને સમ્યકત્વાદિ ગુણાની પણ એ જ સ્થિતિ રહે છે. વિશેષાર્થ- સપના શરીર ઉપરની કાચલી જે પ્રમાણે સર્ષના રંગ રૂપાદિનું જ્ઞાન નથી થવા દેતું, તે પ્રમાણે આત્માનું જ્ઞાન દર્શનમેહનીયના ઉદયાદિરૂપ કાર્માણવર્ગણા એથી આ છાદિત થઈ જાય છે, ત્યારે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થતું નથી. આમ અજ્ઞાનતાને કારણે રાગાદિની ઉત્તિ થાય છે, તેમાં જીવ એકત્વબુદ્ધિકરી ચિરકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેમ ચુ અને કાશે પરસ્પર મલી જવાથી તેની પરણતિ લાલ થઈ જાય છે, તેવી રીતે કર્મ પરમાણુઓને આત્મ પ્રદેશની સાથે પરસ્પર બંધ, પાણી દુધની માફક થઈ જવાથી તે બન્નેના