________________
૨૦૫
અથ– જે અજ્ઞાની મૂઢાત્મા દેહ અને આત્માને વિષે સર્વથા એકપણું માને છે તેને વિષ્ટા અને માણિજ્યરત્નને વિષે ભિન્ન પણાની બુદ્ધિ કેમ થાય? ન થાય. આત્મા તે રત્ન સમાન પવિત્ર છે અને દેહ વિષ્ટા સમાન મહા અપવિત્ર અશુચિમય છે. વિષ્ટામાં રહેલું જે રત્ન તેને જેમ મૂર્ખ મનુષ્ય એક માને છે તેમ કર્મોદય વશ શરીરમાં રહેલ જે આત્મા તેને મિદષ્ટિ એકરૂપ માને છે, એમ જાણવું.
देहचेतनयोर्भेदो भिन्नज्ञानोपलब्धितः । સલા વિષ ક્ષુ કાર્યરિત રવા અર્થ - ભવ્ય-વિદ્વાન પુરુષે દેહ અને ચેતન એ બન્નેનું ભિન્નપણું અવશ્ય જાણવા યોગ્ય છે. એ બન્નેનું ભિન્નપણું ભેદજ્ઞાને કરી જાણવામાં આવે છે. જેમ ચક્ષુ (નેત્ર) ઈન્દ્રિય અને ઘાણ (નાસિકા) ઈન્દ્રિયને વિષય જે રૂપ તથા ગંધ છે તે જ્ઞાને કરી ભિન્ન જાણવામાં આવે છે, તેથી ભિન્ન છે. ભાવાર્થ- દેહ તે (ઈન્દ્રિય) જ્ઞાને કરી દેખાય છે અને આત્મા સ્વસંવેદન જ્ઞાને કરી જણાય છે. ઈન્દ્રિયજ્ઞાને કરી આત્મા નથી દેખાતે અને સ્વસંવેદના જ્ઞાનમાં શરીર નથી ભાસતું એમ જુદાપણું જ્ઞાન કરી જાણવામાં આવે છે. માટે શરીર અને આત્મા ભિન્ન છે. જેમ રૂપ નેત્રથી જાણવામાં આવે છે, ગંધ નાસિકાથી જાણવામાં આવે છે, પરંતુ રૂ નાસિકાથી નથી જણાતું અને ગંધ નેત્રથી નથી જણાતી માટે ગંધ અને રૂપ બન્ને ભિન્ન ભિન્ન છે, એમ અનુમાને નકકી થાય છે.