________________
- आत्मानमन्तरे दृष्ट्वा, दृष्ट्वा देहादिकं बहिः। . तयोरन्तरविज्ञानादाभ्यासादच्युतो भवेत् ॥२५६॥ અર્થ- આત્માને અંતરંગમાં દેખીને અને શરીરાદિકને બાહ્ય જાણીને શરીર અને આત્માની મિત્રતાને દઢ જ્ઞાનાભ્યાસ કરતા કરતા જીવ મુકત થઈ જાય છે, આ ભાવાર્થ- જ્યારે આ જીવને આત્મા અને શરીરને ભેદ સ્પષ્ટ માલુમ પડવા લાગે છે ત્યારે તે શરીરાદિક ક્રિયાઓથી ઉપેક્ષા (ઉદાસીનતા) કરવા લાગે છે. અને સભ્યજ્ઞાનાદિ આત્મિક ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ અથે પ્રયત્ન કરવા લાગે છે એવી રીતે કરતાં કરતાં જ્યારે સપૂર્ણ દેહાદિ સંબંધી ક્રિયાઓને છેડી પિતાના સર્વ આત્મિક ગુણેને પૂર્ણ વિકાસ કરી લે છે ત્યારે
જીવ મુક્ત થઈ જાય છે. અંતરાત્માનું સ્વરૂપ તે અંતરંગ વિષે આત્માને પ્રગટ અનુભવ ગેચર સંકલ્પ છે. શરીર અને ઈન્દ્રિયથી ભિન્ન ભાવમન દ્વારા જે દેખવા અને જાણવાવાળે છે તેજ હું છું, એમ સ્વસંવેદન જ્ઞાન ગોચર સંકલ્પ તેજ અંતરાત્મા છે. - शरीरकंचुकेनात्मा संवृतज्ञानविग्रहः । _ नात्मानं बुध्यते तस्माद्धमत्यतिचिरं भवे ॥२५७॥ અથ:- જ્ઞાનમાત્ર છે શરીર જેતુ એ આ-આત્મા કાર્પણ શરીર રૂપી કાંચળીથી ઢંકાએલ છે, એટલા માટે પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના અનાદિ કાળથી સંસાર ચક્રમાં બ્રમણ કર્યા કરે છે. અહીં કાંચળીને કેવલ દષ્ટાંતમાત્ર સમજવું