________________
૨૦૪
અર્થ- વારંવાર પરમાત્મ પદની ભાવના કરતા રહેવાથી તે અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા હુંજ છું.” એવા પ્રકારના ૬૮ સંસ્કાર આત્મામાં ઉત્પન્ન થઈ જવાથી અર્થાત્ પરમાત્મ સ્વરૂપના દઢ સંસ્કાર ઉત્પન્ન થતાંજ આજીવ નિશ્ચયથી પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઇ જાય છે. ભાવાર્થ- પૂર્વોકત પ્રકારની દઢ ભાવનાના અભ્યાસથી જયારે આ જીવની પરમાત્મ પદ સાથે એકત્વચણાની બુદ્ધિ થઈ જાય છે; ત્યારે આ જીવ પિતાને કેવલજ્ઞાનમયી અથવા અનંત સુખ સંપન્ન પિતાને સમજવા લાગે છે, ત્યારે નાના મોટા કાલ્પનિક સુખના કારણે ભૂત બાહ્ય પદાર્થોથી એને મમત્વ ભાવ સ્વયં છૂટી જતાં રાગ દ્વેષ મંદ થતા થતા નાશ થઈ જાય છે, ત્યારે એને પરમાત્મ પદની પ્રાપ્તિ થઈ જાય છે.
પારામૈતાલુદ્ધિ સા પતિ સંt __सा प्रापयति निर्वाणं या देहात्मविभेदधीः ॥२५३॥
અર્થ - દેહમાં અને આત્મામાં જે એકતાની બુદ્ધિ છે અર્થાત દેહ છે એ જ આત્મા છે અને આત્મા છે એજ દેહ છે એવી બુદ્ધિ છે તે જ સંસારમાં ડુબાડે છે. શરીરની અને આત્માની જે ભિન્ન બુદ્ધિ છે અર્થાત્ શરીર અલગ છે અને આત્મા ૫ણ અલગ છે, એવી ભિન્ન બુદ્ધિ છે તે મોક્ષને પ્રાપ્ત કરાવે છે.
यः शरीरात्मनाक्यं सर्वथा प्रतिपद्यते । पृथक्तव शेमुषी तस्य गुथमाणिक्ययोः कथम् ॥२५४॥