________________
૨૦૦
ગુણેની વિકૃત દશા થઈ જાય છે. દર્શન મેહનીકર્મના ઉદયથી બહિરાત્માને આત્મસ્વરૂપ સમજાવવા છતાં પણ સમજતા નથી અને જે કદાચ સમજે છે તે તે વિપરીત સમજે છે અથવા અન્ય પ્રકારે સમજે છે, તેથી તેને વાસ્તવિક ચિદાનંદસ્વરૂપ આત્માને અનુભવ થતું નથી. મિથ્યાત્વ અર્થાત અજ્ઞાનભાવને કારણે જીવ અનાદિકાલથી આ સંસારના ભવચકમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને તે ત્યાં સુધી પરિભ્રમણ કરતે રહેશે કે, જ્યાં સુધી પતે અજ્ઞાન ભાવને નાશ ન કરે તેને નાશ કરવાને ઉપાય પણ છે. તેમાં પ્રથમ છ સદેવાદિકનું શ્રદ્ધાન કરવું જોઈએ અને જીવાદિ તત્તના સ્વરૂપને વ્યવહાર નિશ્ચયનય થી સભ્યપ્રકારે જેમ છે તેમ સમજવા સતત પ્રયત્ન કરે, તે જ મિથ્યાત્વ ગળીને નાશ થાય અને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતા જીવ મેક્ષમાર્ગ ઉપર લાગી જાય છે. માટે વર્તમાન કાલે સનો સમાગમ અને સ્વાધ્યાયરૂપી તપના સતત પુરુષાર્થથી જ માત્ર જીવનું કલ્યાણ થઈ શકે તેમ છે. અન્ય કોઈ પણ ઉપાયથી કલ્યાણ થઈ શકે તેમ નથી.
अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः ।
तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥२५८॥ અર્થ - શરીરાદિકને આત્મસ્વરૂપ જાણવાવાળા અજ્ઞાની છના અજ્ઞાન અભ્યાસથી ઉત્પન્ન થએલ મલિન સંસ્કારો દ્વારા મન, આત્માને આધીન ન થતાં વિક્ષેપને પ્રાપ્ત થઈ જાય છે. અને તેજ મન ભેદજ્ઞાનથી ઉત્પન્ન થએલ ઉત્તમ સંસ્કાર દ્વારા સ્વયં પોતેજ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. .