________________
૨૦૨
અર્થ - પુરુષની જે પદાર્થમાં બુદ્ધિ લાગી જાય છે એમાંજ એની શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે અને જે પદાર્થમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે એમાંજ એનું મન રમી જાય છે. ભાવાર્થ- જે પુરુષને જે વસ્તુ પ્રિય માલુમ પડે છે અથતિ પ્રિય લાગે છે એજ વસ્તુને ગ્રહણ કરવાની તે પુરુષની ઈચ્છા થાય છે, અને એજ વસ્તુમાં એનું મન પ્રતિસમય લીન થાય છે. એ નિયમ અનુસાર જે પુરુષને આત્માને અનુભવ પ્રિય લાગે છે, એને આત્માને અનુભવ કરવાની જ નિરંતર ઈચ્છા રહ્યા કરે છે અને એ જ કારણે એનું મન આત્માનુભવમાં એવું તન્મય રહે છે કે, સ્વપ્નમાં પણ આત્માનુભવથી અલગ થવું ઈચ્છતે નથી, એનાથી વિરૂદ્ધ વિષયમાં જે પુરુષની પ્રીતિ છે, એનું મન નિરંતર વિષયમાંજ ફર્યું રહે છે અને કદાચ જે એને શાસ્ત્રનું જ્ઞાન થાય તે પણ તે કાર્ય કારી થતું નથી.
यत्रानाहित धीः पुसः श्रद्धा तस्मानिवर्तते ।
यस्मानिवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥२५०॥ અર્થ- જે પુરુષની જે વસ્તુમાં અનુપકારક બુદ્ધિ થઈ જાય છે અથૉત જે વસ્તુને તે હિતકારી નથી સમજતે, તે વસ્તુમાં તેની રૂચિ થતી નથી, અને જે વસ્તુમાં રૂચિજ નથી તે વસ્તુમાં તેનું મન જ શી રીતે લાગે? અર્થાત્ ન લાગે. જેમ કોઈ પુરુષને વિષય-કષાયોથી બચવું હોય તે પ્રથમ વિષય-કષાયે દુઃખદાયી છે, એમ તેને યથાર્થ પણે લાગવું જોઈએ કેમકે જ્યારે એની બુદ્ધિમાં વિષય-કષાય એકાન્ત દુઃખદાયી છે, એવું યથાર્થ માલુમ
, ,