________________
એટલા માટે જે એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપને યથાર્થ જાણે છે તેણે સર્વે પદાર્થ જાણ્યા; અર્થાત્ જ્ઞાન યાકાર થયું તે કારણે જ્ઞાને જાણ્યું ત્યારે સર્વે ભાવેને જાણ્યા, કેમકે જ્ઞાન એ જ આત્મા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાનમાં ભેદ કર્મોના ક્ષેપશમ અનુસાર થએલ છે તે કઈ જ્ઞાન સામાન્યને (વાસ્તવિક જ્ઞાન) અજ્ઞાન રૂપ નથી કરતા, પરંતુ જ્ઞાનને જ પ્રગટ કરે છે. એટલા માટે ભેદને ગૌણ કરી એક જ્ઞાન સામાન્યનું અવલંબન લઈ ને આત્માને ધ્યાવ. એનાથી જ સર્વ સિદ્ધિ થાય છે. જેમ બહુજ રત્નથી ભરેલ સમુદ્ર એકજ જલથી ભરેલ છે તે પણ તેમાં નિર્મળ નાના મોટા અનેક તરંગે ઉન્ન થાય છે, તે સર્વે એક જલ રૂપ જ છે. એવી રીતે આ આત્મા પણ જ્ઞાન સમુદ્ર સ્વરૂપ છે તે એકજ છે, એમાં અનેક ગુણે છે. અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદ આપે આપ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાન રૂપજ જાણવી. ખંડ ખંડ રૂપે અનુભવ ન કરે કેમકે આત્માના જેટલા ધર્મ છે તે સર્વે જ્ઞાનના પરિણમન સ્વરૂપ છે. જો કે એમાં લક્ષણ ભેદથી ભેદ છે તે પણ પ્રદેશ ભેદ નથી, એટલા માટે એક અસાધારણ જ્ઞાન કહેવાથી સવે એમાં આવી ગયા. એથી આ આત્માને જ્ઞાનમાત્ર જે એક ભાવ એમાં અન્તઃ પાતિની (જ્ઞાનમાં આવીને પડવાવાળી) અનંત શકિતઓ ઉદય થાય છે (ઉધડે છે) માટે જ્ઞાનનું પામવું કર્મ કરી નથી થતું માત્ર એક જ્ઞાન કરીને જ જ્ઞાનમાં જ્ઞાનનું પ્રકાશવું થાય છે એટલા માટે જ્ઞાન કરીને જ જ્ઞાનનું પ્રકાશમાન છે.