________________
૯૮
કુળમંદિર એવું જે પિતાનું શુદ્ધાત્મ તત્ત્વ છે એનું ભજન કર, એનું જ ધ્યાન ધર અને એનું જ એકાગ્ર શાન્ત ચિત્તથી વારંવાર ચિંતવન કર.
इत्यं मुक्तवा भवभयकर सर्वसावधराशिं । नीत्वा नाशं विकृतिमनिशं कायवाड्मानसानाम् । अन्तः शुद्धया परमकलया साकमात्मानमेकं । बुद्धबा जन्तुः स्थिरशमपयं शुद्धशीलं प्रयाति ॥२४५॥ અર્થ- આ રીતે સંસારના ભવ ભયને ઉત્પન્ન કરવાવાળી સર્વ પાપ રાશિનો ત્યાગ કરી તથા મન, વચન, કાયાના રાત્રિ દિવસના વિકારોને નિરંતર નાશ કરીને જે કઈ ભવ્ય જીવ અંતરંગ શુદ્ધ પરમ જ્ઞાન જ્યોતિની કળા સાથે એક આત્માને જ અનુભવ કરે છે તેજ મુનિ સ્થિર અને સમતાભાવમય શુદ્ધઆત્મિક ભાવને પ્રાપ્ત થાય છે. અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે. .
जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयंदूरः प्रास्तदुरिमारः।.. दुरिततरुकुठारः शुद्धबोधावतार :.. सुखजलनिधिपूरः क्लेशवाराशिपार ः ॥२४६॥ અર્થ:- સર્વ તેમાં એક સાર ભૂત જે સમયસાર અર્થાત શુદ્ધાત્મા છે. કેવો છે તે સમયસાર સંપૂર્ણ વિલય અર્થાત સંપૂર્ણ વિકારોથી દૂર છે, અત્યંત કઠિનતાથી નિવારણ કરવા