________________
અર્થ- જયાં સુધી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયને વિષે પ્રવતે છે, ત્યાં સુધી તે આત્મસ્વરુપને નથી જાણતે. પરંતુ ગી-ધ્યાનીમુનિ, જેમનું ચિત્ત વિષયને વિષે વિરક્ત છે, અર્થાત નિર્મળ નિર્વિષયી ચિત્ત છે, તેઓ આત્મસ્વરુપને જાણે છે-અનુભવે છે. ભાવાર્થ- જીવને સ્વભાવ જે ઉપયોગ તેની એવી સ્વચ્છતા છે કે, જે સેય જણાવા ગ્ય) પદાર્થને વિષે ઉપયુક્ત થાય (જોડાય,) તે પદાર્થરૂપ થઈ જાય છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે, જ્યાં સુધી વિષયમાં ચિત્ત (ઉપગ) રહે, ત્યાં સુધી જીવ તે રૂપે રહે છે, એટલે આત્માને અનુભવ નથી થતે. આમ વિચારી ગી-મુનિ વિષયોથી વિરક્ત પરિણામી થઈ, આત્મસ્વરૂપમાં ઉપયોગને લગાડે ત્યારે જ આત્મસ્વરૂપને જાણે-અનુભવે, આ કારણે જીવે વિષયથી પ્રથમ વિરકત થવું જોઈએ, એ ઉપદેશામૃત છે.
सपरं बाधासहितं विच्छिन्नं बन्ध कारणम् विषमम् ।
यदिन्द्रियैलब्धं तत्सौख्यं दुःखमेव तथा ॥ ३५ ॥ અર્થ - જે પાંચ ઈન્દ્રિયના વિષયોથી ઉત્પન્ન થયેલ સુખ છે, તે પરાધીન છે. કેમકે તે પરદ્રવ્યની અપેક્ષા રાખે છે અને ક્ષુધા તૃષ્ણાદિ બાધા-પીડા સહિત છે. અસાતવેદનીય કર્મના ઉદયથી નાશ પામવાવાળું છે, કર્મબંધનું કારણ છે, જ્યાં ઈન્દ્રિય સંબંધી સુખ હોય છે, ત્યાં અવશ્ય રાગાદિ દેષની સેના હોય છે, તેને લઈને કર્મરૂપી રજ અવશ્ય લાગે છે. તે ઈનિદ્રયરૂપ સુખ વિષમ છે, અર્થાત્ સમતારૂપ નથી, ચંચળ