________________
તથા અન્ય લબ્ધિઓની પ્રાપ્તિ થવી તે સર્વે નિર્મળ જિનેન્દ્ર દેવના માર્ગમાં વિદિત છે, અર્થાત્ સર્વેને નથી દેતી. એટલા માટે સ્વસમરૂપ પિતાના આગમ તથા પર સમયરૂપ પરના આગમ એમાં વાદ વિવાદ કર એ યોગ્ય નથી. આમાં મુખ્ય ઉપદેશ એ છે કે, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરે એજ એગ્ય છે. વાદ વિવાદમાં પડવાથી કાર્યની સિદ્ધિ કયારે પણ નથી થતી.
विप्रतिपद्यते यस्मव गिरि मतिश्रातिवलेन केवलिनः ।
वरदृष्टिदृष्टनभोयातपक्षिगणनेपि सोन्धः ॥१७७॥ અર્થ- હે ભગવંત! જે મનુષ્ય મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના બળથી આપ કેવલીના વચનમાં વિવાદ કરે છે, તે મનુષ્ય એવા પ્રકારનું કામ કરે છે કે, નિર્મળ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા મનુષ્ય દબેલ આકાશમાં જતા એવા પક્ષીઓની ગણત્રોમાં જેવી રીતે અધે સંશય કરે છે. ભાવાર્થ- જેની દૃષ્ટિ નિર્મળ અને તીક્ષણ છે, એ કે મનુષ્ય જે આકાશમાં ઊડતા એવા પક્ષીઓની ગણત્રી કરે અને તે સમયે કઈ પાસે બેઠેલે અધો પુરૂષ તે દેખતા માણસે કરેલી પક્ષીઓની ગણત્રીમાં વિવાદ કરે, તે જેમ દેખતા પુરૂષ સામે તે અંધાને વિવાદ નિષ્ફળ છે તેવી રીતે હે પ્રભે! હે જિનેશ! જે કોઈ માત્ર મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને ધારક . આપના વચનમાં વિવાદ કરે તે તેને વિવાદ નિરર્થક જ છે, કેમકે આપ સર્વજ્ઞ છે. આપના જ્ઞાનમાં સમસ્ત કાલેકના