________________
જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન નથી કરતા, તે પુરુષ દુર્ધર તપને કરે છતાં પણ નિર્વાણને પ્રાપ્ત નથી કરી શક્તા. ભાવાથી મુક્તિની પ્રાપ્તિને અથે આત્મજ્ઞાન પૂર્વક કરેલ તપ જ કાર્યકારી છે. એનાથી વિરૂદ્ધ આત્મા અથવા આત્માથી ઉત્પન્ન થએલ રાગાદિક વિકારના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના, જે પુરુષ અનેક પ્રકારના તપ કરે છે તે સમજ્યા વિના ના બાળતા અને બાળકત છે. हिंसत्वं वितथं स्तेयं मैथुनं संगसंग्रहः ।
आत्मरुपगते ज्ञाने निश्शेषं प्रपलायते ॥२०३॥ અર્થ – પરંતુ જે સમયે મિથ્યાત્વ રહિત નિર્મળ આત્મજ્ઞાન અથવા સમ્યજ્ઞાન, આત્માના સ્વરૂપને જાણવામાં લીન થઈ જાય છે, તે જ્ઞાન રાગ દ્વેષથી કલુષિત નથી રહેતું; તે સમયે હિંસા, જાઠ, ચેરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચે પાપ દેખતાં દેખતામાં કયાંય વિલીન થઈ જાય છે. અર્થાત્ જ્ઞાનને શુદ્ધાત્મ સ્વરૂપને સાક્ષાત્ અનુભવ થતા વેંતજ પાંચે પાપોને જરા પણ પતે લાગતું નથી.
न मोहप्रभृविच्छेदः शुद्धात्मध्यानतो विना।
कुळिशेन विना येन भूधरो भिद्यते नहि ॥२०॥ અર્થ- જે જ્ઞાન કોઈ એક પદાર્થમાં નિરંતર પુનઃ પુનઃ સ્થિર રહે છે, તેને ધ્યાન કહે છે. ધ્યાન એ જ્ઞાનની એક પર્યાય છે. જેવી રીતે વ્રજ વિના પર્વતનો નાશ નથી થતું, તેવી રીતે