________________
લાભ થાય છે, ત્યારે શુકલ ધ્યાનના બળથી ઘાતી કર્મોનો નાશ કરીને તે ભવ્ય જીવ કેવળી પરમાત્મા અહેત થઈ જાય છે. ફરી આયુના અંતમાં સિદ્ધ, શુદ્ધ, પરમાત્મા થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જેમ કનક પાષાણમાં નક થવાની સ્વયં ઉપાદાન શક્તિ છે, તેમ આ સંસારી ભવ્ય જીવમાં પરમાત્મા થવાની સ્વયં ઉપાદાન શકિત છે. જેમ બાહ્યા સાધનોના મળવાથી તે કનક પાષાણ સ્વયં કીટ (માટી)થી ભિન્ન થઈ શુદ્ધ થઈ જાય છે, તેમ આઆત્મા પણ સમર્થ નિમિત્તોના મળવાથી (સ્વયં જે પોતાની ઉપાદાન શકિતને વ્યકત કરવા પુરૂષાર્થ કરે અર્થાત ધ્યાનને અભ્યાસ કરે તો) સ્વયં શુદ્ધ થઈ જાય છે. જેમ કોઈ સમર્થકારણ વિના બલાત્કારથી કનક પાષાણને સુવર્ણ નથી કરી શકતા તેમના સમર્થ કારણ વિના કોઈ અન્ય સંસારી આત્માને પરમાત્મા નથી કરી શકતા. પરંતુ જ્યારે ભવ્ય જીવને સમર્થ નિમિત્ત કારણ મળે છે, ત્યારે તેની ઉપાદાન શક્તિ પ્રગટ થવા લાગે છે, શકિત પ્રગટ થવાને પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે.
આત્માની શુદ્ધિ સમ્યજ્ઞાનથી થાય છે आत्माव बोधतो नूनमात्मा शुद्धयति नान्यतः।। अन्यतः शुद्धिमिच्छतो विपरितदृशोऽखिलाः ॥२०॥ અર્થ:- નિશ્ચયથી આત્માની શુદ્ધિ આત્મજ્ઞાનથી થાય છે. અન્યથી નહી. પરંતુ જે મનુષ્ય આત્માની શુદ્ધિ અન્ય પદાર્થોથી ઈચ્છે છે, તે સમસ્ત પ્રકારે મિથ્યાષ્ટિ છે.