________________
૧૭૮
હંસ દૂધ પાઈને જુદાં કરવાની શક્તિ રાખે છે, તેમ તત્વજ્ઞાનીએ આત્મા અને અનાત્માના લક્ષણેને ભિન્ન ભિન્ન જાણીને એ બન્નેને ભિન્ન ભિન્ન કરવાની શક્તિ પોતાનામાં ઉત્પન્ન કરવી જોઈએ. એ જ્ઞાનને ભેદજ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનના બળથી પિતાના આત્મવીર્યને જોડીને ભાવને (ઉપગને) મેહની કંપચજાળથી અલગ કરી, શુદ્ધાત્મસ્વરૂપના મનનમાં ઉપયોગને લગાડી દેવો જોઈએ, જેમ જેમ ઉપયોગ આત્માની તરફ જોડાશે તેમ તેમ દર્શનમોહ શિથિલ પડી જશે. વારંવાર અભ્યાસ કરવાથી એક સમય એ આવશે કે એકા એક અકસ્માત સમ્યગ્દર્શનના બાધક કર્મોનો ઉપશમ થઈ જશે અને ફરી પણ એ જ શુદ્ધાત્માના મનનના અભ્યાસને ચાલુ રાખવાથી સમ્યકત્વના બાધક કર્મોને જડ મૂળથી ક્ષય થઈ જશે; ત્યારે અવિનાશી ક્ષાયક સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ જશે. ફરી પણ એ જ શુદ્ધાત્માનું મનન, ધ્યાન અને અનુભવ કર્યો જ કરવું જોઈએ, કેમકે એના પ્રતાપથી ગુણસ્થાનના ક્રમથી ચઢતા થકા એક દિવસ ક્ષેપક શ્રેણના માર્ગ પર આરૂઢ થઈને સર્વથા મેહનીય કર્મને ક્ષય કરી વીતરાગી નિગ્રન્થ સાધુ થવાશે, તાત્પર્ય એ છે કે, રાગ દ્વેષ મહના નાશને ઉપાય નિજ આત્માનું યથાર્થ શ્રદ્ધાન; જ્ઞાન તથા અનુભવરૂપ ચારિત્ર છે. નિશ્ચય રત્નત્રયરૂપ આત્મા જ પિતાની મુકિતનું કારણ છે. એટલા માટે મોક્ષાથી પુરુષનું એ જ કર્તવ્ય છે કે તે આત્મા પુરુષાર્થ કરીને આ સંસારના કારણી ભૂત રાગ દ્વેષ મેહને. નાશ કરે; જેથી આ આત્મા સંસારના દુખેથી છુટી નિરાકુળ અતીન્દ્રિય આનન્દને ભેગવવાવાળે સદાને માટે થાય. અહીં