________________
સિદ્ધપર્યાય શુદ્ધ પુરુષ પર્યાય છે. તે સિદ્ધપયોયનું સૂચન કરનાર અરિહંત ભગવાનનું પરમદારિક શરીર તથા વીતરાગમુદ્રા છે સમ્યગ્દષ્ટિ આ અદભૂત રહસ્યના ભેદને સમજશે.
प्रीत्यनीतिविमुक्तशास्वतपदे निःशेषतोऽन्तर्मुख । निर्मंदोदितशर्मनिर्मितवियदिबाकृतावात्मनि । चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे । बुद्धिं किन करोषि वाञ्छसि सुखं त्वं संमृतेर्दुः कृतेः ॥२२२ અર્થ- હે ભવ્ય જીવ! જે તું આ દુઃખરૂપ સંસારથી હટીને સુખની ઇચ્છા કરે છે તે તું પોતાની બુદ્ધિને આત્મામાં કેમ નથી જોડતે? કેમકે જે પ્રીતિ-અપ્રીતિ (રાગ દ્વેષ) થી રહિત અવિનાશી, શાશ્વત, વીતરાગ, વિજ્ઞાન પદ , જે સર્વથા અતર્મુખ થઈ ભેદ રહિત અભેદ ઉદયમાન સુખમય, નિરાકાર, પ્રકાશમાન છે, જેનું નિર્મળ શરીર (શુદ્ધઅસંખ્યઆત્મપ્રદેશ) ચૈતન્ય અમૃતથી ભરપૂર છે –પરિપૂર્ણ છે, તથા જે શુદ્ધાત્મસ્વરૂપના અનુભવી સમ્યગ્દષ્ટિ મહાપુરુષોને (ધ્યાનથી) ગોચર છે (તેને છેડી તું દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે?). ભાવાથ– શુદ્ધચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્મદ્રવ્ય કેઈનું બનાવેલ નથી; કેઈ સંગથી અથવા કોઈપણ કારણથી ઉત્પન્ન થએલ નથી. જેની ઉત્પત્તિને કેઈપણ સમય નથી, અનુત્પન્ન છે; સ્વતઃસિદ્ધ સહજ સ્વરૂપ, ત્રણે કાળમાં છે, અકૃત્રિમ છે, જ્ઞાનાનન્દમય, અમૂતીક, જ્ઞાનમૂર્તિ, પિતાને આત્મા છે તે જ એક સ્વદ્રવ્ય છે, અને અન્ય સર્વે ચેતન અચેતન અને મિશ્ર પર દ્રવ્ય છે.