________________
સોત્તમ નિર્મળ ગુણને વિકાસ કરી શકે છે. એવી રીતે પુરુષ, શબ્દની સાર્થક્તા તેજ હોય છે, કે જ્યાં આત્મા પુરુષ પર્યાયમાં રહી ને પિતાના પૌરુષથી શુદ્ધ ધ્યેય રૂ૫-મેક્ષ પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરી શુદ્ધ, વીતરાગ, સર્વજ્ઞ, પુરુષ પદમાં પહોંચી જાય છે. જે જે શુદ્ધ પુરુષ શુદ્ધાત્મા છે તેજ
મરિત પુરુષ શિવાત્મ” એ લેક દ્વારા બતાવવામાં આવેલ છે વિશેષ–પુરુષ શબ્દનો અર્થ આત્મા છે, પુરુષ શબ્દ મનુષ્ય ગતિમાં રહેવાવાળા પુલ્લિગ શરીર ધારી જેમાં પણ પ્રચલિત છે. મનુષ્યના ત્રણ ભેદ છે. પુરુષ, સ્ત્રી, નપુંસક, અહીં પુરુષ શબ્દનો અર્થ મનુષ્ય ગતિવાળે પુરુષ નથી કિન્તુ આત્મા છે. પુરુષ, આત્મા, જીવ, એ સર્વે એકજ અર્થના વાચક છે. જે ઉત્તમ ગુણેને ધારણ કરે, લોકમાં ઉત્તમ કાર્ય કરે, સંસારી છમાં જે સ્વયં ઉત્તમતા પ્રાપ્ત કરે અને ઉત્તમ ચારિત્રવાન બનીને લોકમાં પિતાને સર્વોત્તમ પૂજ્ય બનાવે, એને પુરુષ કહે છે. પુરુષ શબ્દની વ્યુત્પત્તિથી કરવામાં આવેલ અર્થ મનુષ્ય ગતિવાળા પુરુષથી સંબંધ રાખે છે, સ્વાભાવિક શુદ્ધ જીવને વાચક પુરુષ શબ્દ છે, જે પુરુષને અર્થ વ્યુત્પત્તિથી બતાવવામાં આવેલ છે. જીવની અશુદ્ધ એવી વેભાવિક અવસ્થા છે, તે અવસ્થા અનાદિ કાળથી છે, તે વૈભાવિક પુરુષ પર્યાયમાં આકાર પિતાના પુરુષાર્થથો આત્મા શુદ્ધ પુરુષ અથવા શુદ્ધ ચેતન બની શકે છે. એટલા માટે સ્વાભાવિક પુરુષ પર્યાયની પ્રાપ્તિને અથે વૈભાવિક પુરુષ પર્યાય જ સાધક (કારણ ) છે કે વૈભાવિક પુરુષ પર્યાયની પ્રાપ્તિ કર્યા વિના સ્વાભાવિક પુરુષ પર્યાય કયારે પણ કે જીવને પ્રાપ્ત થઈ શકતી નથી.