________________
પરિણમન ક્રિયા રહિત છે. માત્ર ગુના અંશમાં તરતમરૂપથી ન્યુનાધિકતા થયા કરે છે પણ દ્રવ્યનુ જે પરિણમન થાય છે તેમાં તેના સંપૂર્ણ પ્રદેશોમાં પરિવર્તન થાય છે. દ્રવ્યનું પરિવર્તન પ્રદેશવત્વ ગુણના નિમિત્તથી થાય છે. પ્રદેશવત્વ ગુણના નિમિત્તથી જે દ્રવ્યના બધા પ્રદેશમાં આકારાંતર થયા કરે છે તેને દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય કહે છે, અને બાકીના ગુણમાં જે તરત મરૂપથી પરિણમન થાય છે તેને ગુણપર્યાય અથવા અર્થ પર્યાય કહે છે ગુણ પર્યાની સાથે આત્માની અભેદરૂપ એક્તા છે. એ વિશેષણથી આત્માનું વિશેષ્ય જાણવામાં આવે છે તથા નવીન અર્થ પર્યાય અથવા વ્યંજન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ, પૂર્વ પર્યાયના નાશને વ્યય, અને ગુણની તથા પર્યાયની અપેક્ષ્ય એ શાશ્વત પશુને ધ્રૌવ્ય કહે છે. કારણ ગુણેથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી અને ગુણેથી ભિન્ન કોઈ પણ પર્યાય નથી. આમ આત્મા વિલક્ષણ સંયુક્ત રહે છે. જેમ સુવર્ણની કુંડળ પર્યાયમાં ઉત્પત્તિ (ઉત્પાદ) કંકણમાં વિનાશ અને પીતત્વાદિ અથવા સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રોવ્ય (વિદ્યમાનતા) રહે છે. એ વિશેષણથી આત્માનું અસ્તિત્વ વ્યક્ત થાય છે.
पुरुगुणभोगे शेते करोति लोके पुरुगुणं कर्म ।
पुरुरुत्तमश्च यस्मात् तस्मात् स वर्णितः पुरुषः ॥२२१॥ અર્થક ઉત્કૃષ્ટ ગુણ અથવા ઉત્કૃષ્ટ ભેગોને જે સ્વામી હેય; અથવા લેકમાં જે ઉત્કૃષ્ટ ગુણ સહિત કર્મ કરે અથવા તે જે સ્વયં ઉત્તમ હેય; તેને પુરુષ કહે છે. અર્થાત્ પુરુષ જ સંસારમાં સર્વોત્તમ કાર્ય કરી શકે છે, તથા તેજ કર્મોને નાશ કરી