________________
૧૩
.. जायन्ते विरसा रसा विधटते गोष्ठीकथाकौतुकं । સીત્તે વિષયાતથા વિરમતિ નીતિ શી રા जो वागपि धारयत्यविरतानन्दात्मशुद्धात्मनश्चितायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम् ॥२३६॥ અર્થ – પરમાનન્દ સ્વરૂપ શુદ્ધાત્માની પ્રાપ્તિ તે દૂર રહો કિંતુ કેવલ શુદ્ધ ચૈતન્ય તિની ચિંતા (ચિંતવન) કરવાથી જ શૃંગારાદિ રસ વિરસ થઈ જાય છે. સ્ત્રી, પુત્ર, આદિની ગોષ્ઠી (સલાહ) નાશ થઈ જાય છે અને એની કથા કૌતુક (કુતુહલ) છે તે પણ દૂર ભાગી જાય છે. તથા ઈન્દ્રિયાના વિષયે પણ સર્વથા નાશ થઈ જાય છે અને સ્ત્રી પુત્ર આદિની પ્રીતિ દૂર જ રહે, પરંતુ શરીરમાં પણ પ્રીતિ નથી રહેતી, વચન પણ મોનને ધારણ કરી લે છે, અને સમસ્ત રાગ દ્વેષાદિ દોષની સાથે મન પણ નાશને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે ભવ્ય તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્માની ચિંતામાંજ નિરંતર નિમગ્ન રહેવું જોઈએ.
.
भावे मनोहरेऽपि च काचिनियता च जायते प्रीतिः। अपि सर्वाः परमात्मनि दृष्टे तु स्वयं समाप्यन्ते ॥२३७॥
અર્થ- અત્યંત મનહર પદાર્થમાં કઈ વિચિત્ર તથા નિશ્ચિત પ્રીતિ થઈ જાય છે. કિન્તુ જે સમયે પરમાત્માનું દર્શન થાય છે તે સમયે અન્ય પદાર્થોમાં પ્રીતિની સમાપ્તિ થઈ જાય છે.