________________
ભાવાર્થ- જે વરતું બહિદષ્ટિથી ગેચર હોય અથાત્ જે દેખી શકાય છે અને તે કવિક વચનથી કહી શકે છે, એનું વર્ણન કરી શકે છે. કિન્તુ ચેતન્ય સ્વરૂપ તે જ સંસારમાં એટલું દુર્લક્ષ્ય છે કે જેવી રીતે જલ (પાણી) હીરાના મધ્ય ભાગમાં પ્રવેશ નથી કરી શકતું, બાહ્ય ભાગમાં જ રહી જાય છે, એવી રીતે કવિઓની વાણું પણ એના અંતરંગમાં પ્રવેશ કરી એનું વર્ણન કરી શકતી નથી કિન્તુ બહારના ભાગમાં જ રહી જાય છે.
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः। रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम् ॥२२४॥ અર્થ- સમસ્ત સભ્યશાસ્ત્ર (દ્વાદશાંગી) રૂપી વિસ્તીર્ણ (વિશાળ) સમુદ્રનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને સારામાં સાર જે કોઈ મહારત હોય તે તે એક શુદ્ધચેતન્ય સ્વરૂપ આત્મા જ છે. અર્થાત્ ચિતન્ય નિધિની પ્રાપ્તિને અર્થે જ સત્યાગ્રો ની રચના ભવ્ય છે માટે કરવામાં આવી છે. સંસાર ભરમાં જેટલા સ્વાભાવિક સૌંદર્યતા સહિત મનહર પદાર્થો છે તે સર્વે પદાર્થોમાં સર્વોપરિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વાભાવિક અદ્ભુત લેટેત્તર સોંદર્યતાવાળો તથા મહર અને ઉત્કૃષ્ટ પદાર્થ જે કોઇ હોય તે તે શુદ્ધચેતન્યસ્વરૂપ આત્મા જ છે, માટે સર્વે ભવ્ય છાએ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સારી રીતે ધ્યાન, કરવું જોઈએ અને એનું જ ચિંતવન કરવું જોઈએ.
तदेवैकं परं तत्वं तदेवकं परं पदम् । भन्याराध्यं तदेवैकं तदेव परं महः ॥२२५॥