________________
અર્થ:- જે ભવ્ય જીવ આત્મતત્વને વારંવાર અભ્યાસ કરે છે, અને આત્માનું જ કથન કરે છે તથા વિચાર પણ આત્માને જ કરે છે અને અનુભવ પણ આત્માને જ કરે છે તે ભવ્ય જીવ અવિનાશી, ઉત્કૃષ્ટ અનંતદર્શન, લાયકજ્ઞાન લાયક ચારિત્ર આદિ નવ કેવલ લબ્ધિસ્વરૂપ સુખના ભંડાર એવા મોક્ષ પદને વાત વાતમાં પામે છે. એટલા માટે ભવ્ય જીવેએ સદાય આત્માનું પ્રસન્ન ચિતથી ચિંતવન કરવું જોઈએ.
भीषणनरकगतौ तिर्यग्गतौ कुदेवमनुष्यगत्यौः ।
मात्पोऽसि तीव्रदु:खं भावय जिनभावना जीव ! ॥२३१॥ અર્થ- હે જીવ! તું મહાન ભયંકર નરકગતિ, તિર્યંચગતિ, કુદેવ, કુમનુષ્ય ગતિને વિષે તીવ્ર દુઃખને પામે; માટે હવે તું જિન ભાવના (શુદ્ધાત્મતત્વ) ભાવ કે જેથી સંસાર પરિભ્રમણ મટે. ભાવાર્થ- આત્મ ભાવના વિના ચાર ગતિનાં દુઃખ અનાદિ કાળથી સંસારમાં પામ્ય માટે હવે હે જીવ! તું જિનેશ્વર પરમ કૃપાલુ વીતરાગ દેવના ચરણ કમલનું શરણુ લે અને શુદ્ધાત્મસ્વરૂપનો વારંવાર ભાવના રૂપ અભ્યાસ કર. (જ્ઞાને પગ છે તે ચૈતન્યની જાણુવારૂપ જ્ઞાન પરિણતિ છે તેનાથી ક્ષણ ક્ષણમાં-નિરંતર ચેતન્ય સ્વરૂપની વારંવાર ભાવના કર.) કે જેથી સંસાર પરિભ્રમણથી રહિત મેક્ષ પદને પ્રાપ્ત થા. આ-ઉપદેશામૃતનું અખૂટ ઝરણું છે.
भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः । भावये भाविता नेति भवाभावाय भावनाः ॥२३२॥