________________
૧૮૯
तद्ब्रूया चतरान् पृच्छेतदिच्छेत्ततरो भवेत् । येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥ २२९॥
પ્રાપ્તિની નિરતર ઈ .
અઃ- આત્મ સ્વરૂપની જ વાત બીજાને કહેવી જોઈએ, આત્મ સ્વરૂપ જ બીજાને પૂછવું જોઈએ, અને એજ આત્મસ્વરૂપની રાખવી જોઇએ; અને આત્મસ્વરૂપના ચિંતવનમાં જ પ્રતિ સમય તન્મય રહેવું જોઇએ. એમ કરવાથી અજ્ઞાનમય અવસ્થા છુટી જઈ જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ભાવાથઃ– જેમ કોઈ એક ધનવાન વૃદ્ધ પુરુષના અત્યંત પ્રીતિ પાત્ર-એકજ માત્ર વિવાહિત પુત્ર-પિતાને કહ્યા વિના પરદેશમાં ચાલ્યા જાય તેા તે વૃદ્ધ પુરૂષ જેનાથી વાત કરવાના અવસર મળે તેની સાથે તે પેાતાના પુત્રની જ વાત કરે છે; કાઈને કાંઈ પૂછે છે તા, તે પેાતાના પુત્રના આવવાની જ વાત પૂછે છે; અને જે કાઈ વસ્તુની ઇચ્છા કરે છે તે તે એક માત્ર પાતાના પ્રિય પુત્ર આવે એવીજ ઇચ્છા કરે છે. જો કોઇનું ચિંતવન કરે છે તા તે પેાતાના પ્રેમ પાત્ર પુત્રનું જ કરે છે. સારાંશ એ છે કે જેમ તે વૃધ્ધ પુરુષના ચિત્તથી એના પુત્ર એક ક્ષણ પણ જૂદો નથી થતા, એવી રીતે આત્મસ્વરૂપની પ્રાપ્તિને અર્થે નિર ંતર ચેષ્ટા કરવી જોઇએ.
મ
येsभ्यासयन्ति कथयन्ति विचारयन्ति । सम्भावयन्ति च मुहुर्मुहुरात्मतत्वम् । ते मोक्षमक्षयमनूनमनन्त सौरूपं । સૌન્હેં ! क्षिप्रं प्रयान्ति नवकेवलब्धिरूपम् ॥ २३० ॥