________________
અર્થ - તે શુદ્ધચેતન્યસ્વરૂપ આત્મા જ એક ઉત્તમ તત્ત્વ છે અને તેજ એક ઉત્કૃષ્ટ સ્થાન છે, તે જ એક ભવ્ય જીને નિરંતર નિર્મળ ચિત્તથી આરાધન કરવા યોગ્ય છે, અને તેજ એક અદ્વિતીય ઉત્તમ તેજ છે. मनसोऽचिन्त्यं वाचामगोचरं यन्महस्तनोमिन्नम् । खानुभवमात्रगम्यं चिद्रूपपमूर्तमन्यादः ॥२२६॥ અર્થ- શુદ્ધચેતન્યરૂપી તેજ ને મનથી કોઈ ચિંતવન નથી કરી શકતા અને વાણીથી પણ વર્ણન નથી કરી શકતા અને જે સદા શરીરથી ભિન્ન છે; માત્ર અનુભવથી જ જાણવામાં આવે છે એવું તે ચૈતન્ય રૂપી મહાતેજ ભવ્ય લોકોની રક્ષા કરે. ... अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । - तत्पष्टव्यं तदेष्टव्यं तद्रष्टव्यं मुमुक्षुभिः ॥२२७॥ અર્થ - કર્મોના બંધનથી સર્વથા છૂટી આત્મ સ્વાધીનતાના ઈચ્છવાવાળા મોક્ષાભિલાષી ભવ્ય મુમુક્ષુઓએ અક્ષય, અતીન્દ્રિય, આલ્હાદ સ્વભાવને ધારણ કરનારી, મહાન ઉત્કૃષ્ટ અને ઈન્દ્રાદિક ભવ્ય આત્માઓએ કરી પરમ પૂજ્ય તથા અજ્ઞાન રૂપી અંધકારને મૂળમાંથી ઉછેર કરવામાં અતિદક્ષ એવી સમ્યગ્સાન સ્વરૂપ શુદ્ધચૈતન્ય જ્યોતિના સંબંધમાં શુદ્ધાત્માનુભવી સદ્દગુરૂ આદિસમ્યગ્દષ્ટિ પુરુષોને વારંવાર પ્રેમથી પ્રશ્ન કરવા જોઈએ તથા એ તિની જ અભિલાષા કરવી જોઈએ અને એને જ પ્રતિસમય અનુભવ કરવું જોઈએ. એ સિવાય બીજું એ કે વિક૯૫ ચિત્તમાં ન કર જાઈએ.