________________
૧૮૧,
રહિત અમૂતીક પુરુષ છે. ઉક્ત વિશેષણાથી પુરુષની પુદ્ગલથી પૃથતા (જુદાઈ ) પ્રગટ કરવામાં આવી છે. પુરુષ એટલે આત્મા પિતાના ગુણ પર્યાયોથી તાદાઓ રૂપ છે. આત્મા એક દ્રવ્ય છે, અને તે ગુણ પર્યાયે સહિત બિરાજમાન છે, અર્થાત્ દ્રવ્ય અનંત ગુણેને અખંડ પિંડ છે અને તે ગુણોમાં પ્રતિક્ષણ પર્યાય થયા કરે છે. ગુણનું લક્ષણ સહભૂત (દ્રવ્યની સાથે છે સત્તાજેની) છે. જે દ્રવ્યોમાં સદાય કાળ તાદામ્યરૂપે રહે છે, અર્થાત ગુણેના સમૂદાયને દ્રવ્ય કહે છે. આત્મામાં સાધારણ અને અસાધારણ ભેદથી બે પ્રકારના ગુરુ છે. તેમાં જ્ઞાન દર્શન આદિ અસાધારણ ગુણ છે, કેમકે એની પ્રાપ્તિ અન્ય દ્રવ્યમાં નથી. અને અસ્તિત્વ વસ્તુત્વ, પ્રમેયત્વાદિક સાધારણ ગુણ છે, કેમકે તે ગુણે અન્ય દ્રવ્યમાં પણ છે. પર્યાયનું લક્ષણ ક્રમવતી છે. દ્રવ્યમાં જે અનુક્રમથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહે છે. આત્માની પર્યાયના બે ભેદ છે; એક અર્થપર્યાય, બીજી વ્યંજન પર્યાય, દ્રવ્યના પરિણમનને વ્યંજન પર્યાય અને ગુણેના પરિણમનને અર્થ પર્યાય કહે છે. તેના બબ્બે ભેદ છે, એક નર નારકાદિ આકૃતિરૂપ અથવા સિદ્ધાકૃતિ રૂપ વ્યંજન પર્યાય છે. નર નારકારિરૂપ અશુદ્ધ વ્યંજન પર્યાય અને સિદ્ધાકૃતિરૂપ શુદ્ધયંજન પર્યાય છે. રાગાદિ પરિણમનરૂપ અથવા જીવના કષાયેની હાની વૃદ્ધિ થવાથી વિશુદ્ધિરૂપ અથવા સંકલેશરૂપ તથા શુભાશુભરૂ૫ છ વેશ્યાના સ્થાનમાં થવા વાળી અશુદ્ધ અર્થ પર્યાય જાણવી. સ્વભાવ ગુણ પર્યાય અગુરુલઘુગુણની છ પ્રકારે હાનિવૃદ્ધિરૂપ શુદ્ધ અર્થ પર્યાય છે. પ્રદેશવત્વ ગુણને કિયાવતી શક્તિ કહે છે અને બાકીના અનંત ગુણેને ભાવવતી શકિત કહે છે. જ્ઞાનાદિ ગુણેના