________________
૧૭૯
આચાર્ય મહારાજે અનાદિ કાળના દર્શન મેહનીય કર્મના ક્ષયને પરમ્પરા અત્યંત આવશ્યક ઉપાય જિનવાણીને અભ્યાસ બતાવે છે, કેમકે જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થયા વિના એનું શ્રદ્ધાન નથી થઈ શક્ત, અને શ્રદ્ધાન થયા વિના મનત નથી થઈ શકતું, અને મનન વિના દઢ સંસ્કાર નથી થઈ શક્તા, દઢ સંસ્કાર વિના સ્વાત્માનો અનુભવ નથી થઈ શકતું, અને આત્માના અનુભવ વિના સમકિત નથી થઈ શકતું. સમ્યક્ત્વ અને વાત્માનુભવ થવાને એકજ કાળ છે, જ્યારે આ શકિત પ્રગટ થાય છે ત્યારે જ દર્શનમોહનીયને ઉપશમ થાય છે. चित्तत्त्वं तत्मतिमाणीदेह एव व्यवस्थितम् । तमश्छला न जानन्ति भ्रमन्ति च बहिर्वहिः ॥२१७॥ અર્થ કે પ્રત્યેક પ્રાણીના દેહમાં નિર્મળ શુદ્ધ ચૈતન્યરૂપી તવ બિરાજમાન છે. છતાં પણ જે મનુષ્યને આત્મા અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી ઘેરાએલ છે તે અજ્ઞાની આત્મા ચેતન્ય તત્વને જરાપણ જાણતો નથી. અને ચૈતન્યથી ભિન્ન બાહ્ય પદાર્થોમાં જ ચૈતન્ય પણાની બ્રાંતિથી ભમે છે. केचित केऽन्येपि कारुण्यात्कथ्यमानमपि स्फुटम् । न मन्यन्ते न शण्वन्ति महामोहमलीमसाः ॥२१॥
- પ્રબલ દર્શન મેહનીય કર્મના ઉદયથી, અજ્ઞાન અંધકારમાં ઘેરાએલ અનેક પામર મનુષ્ય ઉત્તમ અનુભવી, આત્મજ્ઞાની,