________________
૧૭૬
અર્થ - ગીને અધ્યાત્મથી-આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ જે અતીન્દ્રિય સુખ તે આત્માને જ આધીન છે. અર્થાત તે સુખ સ્વયંઆત્માથી જ ઉત્પન્ન થએલ છે કિંતુ ઈન્દ્રિયો દ્વારા વિષયથી ઉત્પન્ન થએલ નથી. તે અતીન્દ્રિય સુખ આત્માથી જ જાણવા (અનુભવવા) યોગ્ય છે. અર્થાત્ સ્વાનુભવ ગમ્ય છે. અવિનાશી અક્ષયસ્વરૂપ છે, પરંતુ ઈન્દ્રિય જનિત સુખ સમાન વિનાશી નથી સ્વાધીન છે, બાધારહિત છે. તેમાં કોઈ પણ બગાડ અથવા વિક્મ નથી આવતું, અનંત છે. જે કોઈ એમ સમજે છે કે ઈન્દ્રિયે વિના સુખ કેમ હોઈ શકે ? તેને આ–અતીન્દ્રિય સુખનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે.
अनंत सौख्यमात्मोत्थमस्तीत्यत्र हि सा प्रमा।
शान्तस्वान्तस्य या प्रीतिः स्वसंवेदनगोचरा ॥२१४॥ અર્થ- શાન્ત સુધારસ પરિણામી વીતરાગી શુદ્ધ અન્ત:કરણવાળા સપુરુષને સ્વયં (આપોઆ૫) સ્વત:સિદ્ધ, અનુભવમાં આવવાવાળી, અદભૂત, અનિર્વચનીય, અંતરંગ જે આત્મ પ્રીતિ છે તે જ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અનંત આલ્હાદસ્વરૂપ અતીન્દ્રિય સુખ છે. શુદ્ધ નિશ્ચયથી એ જ અતીન્દ્રિય સુખને પ્રત્યક્ષ અનુભવ છે. તે જ પ્રણાય છે. આ - आत्मोत्थमात्मना साध्यमव्याबाधमनुत्तरम् ।
अनन्तं स्वास्थ्यमानन्दमतृष्णमपवर्गजम् ॥२१५॥ અર્થ - પિતાના યુદ્ધોપયોગસ્વરૂપ આત્મ ભૂમિમાંથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિયસુખ આત્મા દ્વારા સાધ્ય, બાધારહિત, સર્વથી ઉત્કૃષ્ટ, અનન્ત, આનન્દમય, તૃષ્ણા રહિત મોક્ષસ્વરૂપ છે.