________________
શુદ્ધાત્માના ધ્યાન વિના મોહ આદિ કર્મ પણ નાશ નથી થઈ શતાં.
. ભાવાર્થ- પર્વત સરખા વિશાળ (મેટા) પદાર્થનું ભેદન કરવું અત્યંત કઠણ છે, પરંતુ જે સમયે એના ઉપર વજ પડે છે, તે સમયે તે દેખતાં દેખતાં ખંડ ખંડ થઈ જાય છે. તેવી રીતે મહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મોને નાશ થઈ જવો કઠણ છે, પરંતુ જે સમયે શુદ્ધાત્મનું ધ્યાન કરવામાં આવે છે તે સમયે કર્મોને જોત જોતામાં નાશ થઈ જાય છે. માટે વિદ્વાનોએ મેહઆદિ કર્મોને નાશ કરવાને અર્થે અવશ્ય શુદ્ધાત્માના યાનનું આરાધન કરવું જોઈએ.
योज्यमानो यथा मंत्री विषं धोरं निसूदते ।
तथात्मापि विधानेन कर्मानेकभवार्जितं ॥२०५॥ અર્થ- જેવી રીતે ઉત્તમ મંત્રના પ્રાગથી પ્રચંડ કાળકૂટ વિષ પણ નાશ થઈ જાય છે. તેવી રીતે આત્મા પણ અનેક નાં 'ઉપાર્જન કરેલાં કર્મોને ઉપર્યુંકત ઉત્તમ ઉપાયથી સર્વથા નાશ કરી નાખે છે. અર્થાત ભયકર વિષનો નાશ કરવામાં જેવી રીતે અનુપમ કારણ મહામંત્ર શક્તિ છે, તેવી રીતે વિપુલ કને નાશ કરવામાં અનુપમ કારણ શુદ્ધાત્માનું જ ધ્યાન છે.
दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज । मदनभुजगमन्त्रं चित्तमातङ्गसिंहं । . व्यसनधनसमीरं विश्वतत्वैकदीपं । विषयत्रफलजालं ज्ञानमाराधयत्वं ॥२०६॥
'
'
/