________________
:' :
ચારિત્ર રૂપ ધર્મથી પરિણમન કરતે થકે વીતરાગ ચારિત્ર રૂપ થઈ જાય છે. એટલા માટે ચારિત્રને અને આત્માને એકપણ છે. અર્થાતું ચારિત્ર આત્માને જ ભાવ છે. जीवः परिणमति यदा शुभेनाशुभेन वा शुभोऽशुभः । शुद्धेन तदा शुदो भवति हि परिणामस्वभावः ॥१९७॥ અર્થ - પરિણામ સ્વભાવી જીવ જ્યારે શુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુભ, જ્યારે અશુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે અશુભ, અને જ્યારે શુદ્ધ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુદ્ધ થાય છે. ભાવાર્થ- જ્યારે આ આત્મા દાન, પૂજા, વ્રતાદિરૂપ શુભ પરિણામેથી પરિણમે છે, ત્યારે તે ભાવોની સાથે તન્મય થયે થકે પિતેજ શુભ થાય છે. અને જ્યારે વિષય, કષાય, અવતાદિરૂપ અશુભ ભાવેએ પરિણત થાય છે. ત્યારે તે ભાવેની સાથે તે સમયે તે રૂપે થઈ જાય છે. અર્થાત જેવા જેવા ભાવે તે પરિણમે છે, ત્યારે તે તેવા તેવા ભાવરૂપ થઈ જાય છે. કારણ આત્મા પરિણમન શીલ છે પણ સર્વથા કૂટસ્થ નથી જેમ સ્ફટિક મણિ કાળા પુષ્પને સંચાગ મળવાથી કાળી થઈ જાય છે, કેમકે સ્ફટિકને એજ પરિણમને સ્વભાવ છે, એવી રીતે જીવને સ્વભાવ પણ સમજવો. જ્યારે આ-જીવ આત્મિક, વીતરાગ, શુદ્ધભાવ સ્વરૂપ પરિણમે છે. ત્યારે શુદ્ધ થાય છે. જેમ સ્ફટિક મણિ જ્યારે પુષ્યના સંબંધથી રહિત થાય છે, ત્યારે પિતાના શુદ્ધ (નિર્મળ) ભાવરૂપ પરિણમન કરે છે. એવી રીતે આત્મા