________________
અર્થ- આ-આત્મા જે ભાવથી પરિણમન કરે છે, તેની સાથે તન્મય થઈ જાય છે. જ્યારે શ્રી અરિહંત ભગવાનના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે ધ્યાનથી તે સ્વયં ભાવમાં અતિરૂપ થઈ જાય છે. આત્મજ્ઞાની જે ભાવથી જે રૂપે આત્માને ધ્યાને છે, તે તેજ ભાવની સાથે તન્મય થઈ જાય છે. જેમ સ્ફટિક પાષાણમાં જેવા ડંક (ડાઘ)ની ઉપાધિ લાગે, તે તે જ રંગરૂપ પરિણમન કરે છે. એવું જાણું જેમ બને તેમ સ્વસ્વરૂપની આરાધના કરીને જ્ઞાનને વિશુદ્ધ કરવું જોઈએ.
परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति प्रज्ञप्तम् । तस्माद्धर्मपरिणत आत्मा धर्मो मन्तव्यः ॥१९६॥ અર્થ- જે કાળમાં જે ભાવથી દ્રવ્ય પરિણમન કરે છે, તે કાળમાં તે ભાવમય દ્રવ્ય થઈ જાય છે. એમ શ્રી જિનેન્દ્ર દવે કહ્યું છે. જેમ લેઢાના ગેળાને જ્યારે આગમાં નાખવામાં આવે છે ત્યારે તે ઉષ્ણુરૂપ થઈને પરિણમે છે. અર્થાત્ ઉષ્ણુપણાથી તન્મય થઈ જાય છે. (લેખંડને ગોળે ને ઉષ્ણતા જુદા નથી તે પોતેજ ઉષ્ણુતા રૂપ છે.) એવી રીતે આ-આત્મા જ્યારે શુભ, અશુભ, અને શુદ્ધ ભાવે માંથી જે કોઈ એક ભાવ રૂપ પરિણમે છે, ત્યારે તે ભાવથી તે સમયે તે-મય થઈ જાય છે. એ કારણે વીતરાગ ચારિત્ર (સમતાભાવ) રૂપ ધર્મથી પરિણમતે આઆત્મા ધર્મરૂપ જાણો. ભાવાર્થ- જ્યારે જેવા પ્રકારના ભાવથી આ-આત્મા પરિણમન કરે છે, ત્યારે તે તેજ રૂપે થઈ જાય છે. એ ન્યાયથી વીતરાગ