________________
૧૫૮
જીવને જ્યારે નિકટ ભવ્યતાના ગુણેને ઉદય થાય છે ત્યારે સ્વાભાવિક વૈરાગ્યને પ્રાપ્ત થઈ, તે સમય સર્વસંગને પરિત્યાગ કરી પિતાના આત્મજ્ઞાનની રક્ષા કરે છે. तावद्विवादी जनरंजकश्च यावनचैवात्मरसे सुखज्ञः।. चिंतामाणं प्राप्तव हिलोके जनेजनेकः कथयन् प्रयाति ॥१८१॥ અર્થ- જ્યાં સુધી જીવને આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ અતીન્દ્રિય સુખ સુધારસને અનુભવ નથી થયે, ત્યાં સુધી વાદ વિવાદ અને જનનાં મનરંજન કરવાની પ્રવૃતિ તે કરે છે, એને માટે તનતોડ મહેનત કરે છે. પરંતુ જેમ લેકને વિષે કેઈને ઉત્તમ ચિંતામણિ રત્ન પ્રાત્પ થઈ જાય, તો શું તે દરેક મનુષ્યને કહેવાને માટે ઘરોઘર જાય છે, કે જુઓ આ મને ચિંતામણિ રત્ન પ્રાજ્ય થયું છે? અર્થાત્ નથી જ. પરંતુ એકાન્ત સ્થાનમાં ગુપ્ત પણે એને ઉપયોગ કરે છે. ભાવાર્થ – જે જીવને સમ્યગ્દર્શનરૂપી ચિંતામણિની પ્રાપ્તિ થઈ છે, તે જીવ ઘરેઘર ગાવા નીકળતા નથી. અર્થાત્ અન્ય મારફત પિતાને સમ્યગ્દષ્ટિ હવાનું પ્રકાશન કરાવતા નથી. અને કરાવે છે, તે તે સમ્યગ્દષ્ટિ શાને? એવા મિથ્યાદષ્ટિ જીવની દષ્ટિમાં અન્ય કોઈ પણ જીવ સમ્યગ્દષ્ટિ દેખાતું નથી, તેને સર્વ જીવો મિથ્યાષ્ટિજ ભાસે છે. આ જીવ વાણીના વાદ વિવાદમાં તેમજ જનતાને મનરંજન કરવાની પ્રવૃતિના ભભકાના આડંબરની પાછળ તનતોડ મહેનત પિતાની પૂજા પ્રતિષ્ઠા માટે કરે છે, (કરાવે છે) પણ એકાંતમાં આત્મ સાધના કરતા નથી.