________________
૧૫૬
પદાથો હાથની રેખા સમાન ઝળકી રહેલ છે. અને તે પ્રતિવાદી મનુષ્ય મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાનને ધારક છેડા જ પદાર્થોને જ્ઞાતા હોવા છતાં પિતાને કેવલી સમાન માની તમારા કથનમાં વિવાદ કરે છે તે શું મૂર્ખતા નથી? મૂર્ખ જ છે. છવસ્થના જ્ઞાનના મૂલ્ય શું? કાંઈ જ નહીં. જ્યાં આપને સમુદ્ર, કયાં જળનું બુંદ.
न कुत्राप्याग्रहस्तत्त्वे विधातव्यो मुमुक्षुभिः ।। निर्वाणं साध्यते यस्मात्समस्ताग्रहर्जितैः ॥१७८१
અર્થ- જે ભવ્ય પુરુષ મોક્ષાભિલાષી છે અને નિરાકૂળતામય સ્થાન જે મોક્ષ તેને પ્રાત્ય કરવા ઈચ્છે છે. તેણે કઈ પણ તત્વમાં આગ્રહ ન કરવો જોઈએ, કેમકે જે પુરુષ સમસ્ત પ્રકારના આગ્રહથી રહિત છે, તેજ મોક્ષ સિદ્ધ કરી શકે છે. અન્ય નહિ. ભાવાર્થ- આગ્રહને અર્થ વિવાદ છે. તે વિવાદ ગમે તે શુભ પદાર્થોમાં હય, અથવા અશુભ પદાર્થોમાં હેય; પરંતુ મોક્ષની પ્રાસ્પિને સર્વથા પ્રતિબંધક છે. એટલા માટે જે પુરુષ મોક્ષ પ્રાત્પ કરવા ઈચ્છે છે. તેણે કઈ પણ પદાર્થમાં વિવાદ ન કર જોઈએ. કેમકે સમસ્ત પ્રકારના વિવાદથી રહિત પુરુષ જ મોક્ષને પ્રાત્પ કરી શકે છે.
मुकत्वावादपवादाधमध्यात्म चिंत्यतां ततः। नाविधूते तमस्तोमे ज्ञेये ज्ञानं प्रवर्तते ॥१७९॥