________________
નથી બંધાતી, તેપણું બંધાએલ સરખી માલુમ પડે છે. જે જીવ પરમાર્થ દૃષ્ટિથી વિચાર કરે તે આ–જીવ કેઈ પણું પ્રકારના કર્મોથી બંધાએલ નથી, છતાં પણ વ્યવહારથી મેહ પરિણામના ગાઢ બંધનથી બંધાએલ છે. પરંતુ જે આઆત્મા પોતે જ પોતાના અજ્ઞાનને છોડી અનુભવ કરે છે. હું તે સર્વ પર દ્રવ્યથી ભિન્ન, જ્ઞાતાદષ્ટા, આનંદ સ્વરૂપ, એક ચિતન્ય પદાર્થ, સિદ્ધસમ છું. ત્યારે આત્મા તેિજ પોતાના સમ્યજ્ઞાનના બળે-બંધથી છૂટીને મુક્ત થઈ શકે છે. એટલા માટે આ જ વાત ઠીક છે, કે આત્માને ગુરુ આત્મા જ છે. ફરી શિષ્ય આશંકા કરે છે કે હે ભગવંતુ ! ઉપર કહેલ નીતિથી કોઈ ધર્માચાર્ય આદિ ગુરુની સેવાની આવશ્યક્તા નહિ રહે અને વ્યવહાર માત્ર વિનય ધર્મનો નાશ થશે. તેને જવાબ હવે આચાર્ય આપે છે.
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत् ॥१६९॥ અર્થ - અજ્ઞાની જડ-મૂખ જીવ જ્ઞાતા નથી બની શકો, તેમજ જ્ઞાની જીવ મૂ–જડ નથી થઈ શકતે. બીજા તે કેવલ એટલા જ નિમિત્ત માત્ર છે કે, જેમ પોતાની ઉપાદાન શકિતથી ચાલવાવાળા જીવ અને પુગલને માટે ગતિ કરવામાં ધર્માસ્તિકાય નિમિત્ત માત્ર થાય છે. હે ભદ્ર (અજ્ઞ) તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને અગ્ય, અભવ્ય-
દુવ્ય આદિ જીવ, ધર્માચાર્યાદિકના હજારો -ઉપદેશોના નિમિત્તો મળે છતાં પણ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે અજ્ઞાની છે, તે પરના