________________
૧૪૯
પરિપૂર્ણ, પારમાર્થિક, અતીન્દ્રિય સુખને ઉપાદેયરૂપ નથી જાણતે. તે કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. આસન્ન ભવ્ય આત્માએ રાણાદિ વિકપોથી રહિત, પિતાને શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવામાં, અંતરંગ આત્મજ્ઞાનને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. કેમકે આત્મજ્ઞાન ઉત્પન્ન કરવામાં અંતરંગ યેગ્યતાની પ્રથમ આવશ્યકતા છે. शिक्षावचः सहस्रैर्वा क्षीणपुण्येन धर्मधीः ।
पात्रे तु स्फायते तस्मादात्मैव गुरुरात्मनः ॥१७१॥ અર્થ- અંતરંગમા જેના પુણ્યરૂપ પરિણામ ક્ષીણ થઈ ગયાં છે, એવા પુરુષના હૃદયમાં હજારે શિક્ષા વચને કહેવાથી અન્તઃકરણમાં જરા પણ ધર્મની બુદ્ધિ નથી થતી, પરંતુ નિર્મળ પરિણામી ઉત્તમ અન્તઃકરણરૂપી સુપાત્રમાં ઉપદેશ આપ્યા વિના જ સ્વાભાવિક સબુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. માટે વાસ્તવિક આત્માને ગુરુ આત્મા જ છે.
न मुंचति प्रकृतिमभव्यः सुष्टु अपि आकर्ण्य जिनधर्मम् । गुडदुग्धमपि पिवंतः न पन्नगाः निर्विषाः भवंति ॥१७२॥ અર્થ:- અભવ્ય જીવ, જૈનધર્મને સારી રીતે સાંભળે છતાં પણ પિતાની પ્રકૃતિ-સ્વભાવને છોડતું નથી. અર્થાત જે વસ્તુને સ્વભાવ છે, તે તેના સ્વભાવને કયારે પણ ત્યાગતું નથી, જેમ સને સાકરમિશ્રિત દૂધ પાવામાં આવે છતાં વિષને છોડી ને નિર્વિષ થતો નથી.