________________
૧૫ર
ભાવાર્થ- અહીં અંતરાત્મા જ્ઞાની પુરુષના અહંકારને મટાડવા માટે આચાર્ય દેવ કહે છે કે, હે તત્ત્વજ્ઞાની પરોપદેશના અહંકારમાં પડી તારે તારું અહિત કરવું યોગ્ય નથી. જ્યારે તારૂં ચિત્ત સ્વાનુભવમાં સ્થિર ન રહે ત્યારે ઉપેક્ષાબુદ્ધિથી સમતા ભાવના સાધનરૂપ ધર્મોપદેશ કરૂં છું તેમ સમજ.
કોઈ જીવ તારા ઉપદેશથી જ્ઞાનની પ્રાપ્તિ કરે, તે પણ તારે અહંકાર કરવા ગ્ય નથી. તારે તે ત્યારે એમ જ સમજવું જોઈએ કે, તેના સુધારવામાં તેના કર્મને ક્ષયે પશમ કારણ છે, જેને મેહને ઉદય મંદ છે તેને મારે ઉપદેશ નિમિત્ત માત્ર છે. કોઈ જીવ માને વા ન માને તો તારે ખેદ ખિન્ન થવું યોગ્ય નથી. અર્થાત્ તારે કષાય કરવી એગ્ય નથી તારે તે એમ સમજવું જોઈએ કે, તે જીવની લાયકાત (મિથ્યાત્વમંદ) થશે ત્યારે સમજશે, તેમજ બધા તારી વાત સ્વીકાર કરી યે તે ક્ષોભ તારે કર ઉચિત નથી. અર્થાત ખેદિત થઈને વ્યર્થ આકુળવ્યાકૂળમાં અગ્ય વચચ્ચાર કરે ગ્ય નથી.
તું એમ જે માને છે કે, હું બીજા ને આત્મજ્ઞાની બનાવી શકું છું, અર્થાત્ હું ન હોત તો આ જીવનું શું થાત, તેવું અભિમાન કરી તારે તારું અહિત કરવું ન જોઈએ.
તું તે તારા અખંડજ્ઞાનાનંદમય આત્મસ્વરુપમાં રમણ કર, (અનુભવ કરો કારણ આત્માનું સ્વરુપ વચન અગોચર છે અર્થાત્ અનુભવ ગોચર છે. તે વાત મૂઢ જી કેવી રીતે જાણી શકે; માટે તારે ખેદખિન્ન થવું યોગ્ય નથી. તું તે તારા સ્વાનુભવ સ્વરુપમાં વિશેષ દીલ લગાડ, તેજ તને હિતકર છે ,