________________
૧૫૧
છતાં આત્માના સ્વરૂપને જાણતો નથી, તેનું મુખ્ય કારણ તો, તે જીવને મિથ્યાત્વને પ્રબલ ઉદય છે. જ્યારે કેઈપણ રીતે સમજાવવા છતાં સમજ જ નથી, તે તેવા, મૂઢાત્માઓ માટે મારું સમજાવવું વૃથા છે. અર્થાત તેથી મારે ખેદ ખિન્ન થવું વ્યાજબી નથી. ભાવાર્થ- ઘણા જ્ઞાની પુરુષે બીજાઓને ઉપદેશ કરવામાં એટલા બધા વ્યગ્ર થઈ જાય છે કે, બીજે જીવ ઉપદેશ ન માને તે તેઓ અધીર થઈ જાય છે, અને પિતાના વસ્તુ સ્વરૂપને ભૂલી જઈ સાંભળવાવાળા ઉપર કષાય કરવા લાગે છે. તેઓ બીજાઓનું હિત કરવાના ભ્રમમાં પડી, પિતાનું અહિત કરી બેસે છે. પરે દેશની પ્રવૃત્તિનું હોવું જ્ઞાની છએ શુભ કષાયરૂપ સમજવું જોઈએ અને તે શુભ કષાય પોતાની શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ ન થવામાં બાધક સમજવી જોઈએ. માટે એ શુભ પ્રવૃત્તિના વ્યાહમાં પડી આત્મહિતની શુદ્ધ પરિણતિને (ક્યાય રહિત પણું) કયારે પણ ભૂલવું ન જોઈએ. यद्बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः ।
ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यबोधये ॥१७४॥ અર્થ:- જે દેહાદિકના સ્વરૂપને હું (સંસારી જીને ) સંભળાવવા ઈચ્છું છું; તે દેહાદિક તે મારું સ્વરૂપ નથી. અને મારૂં જે વાસ્તવિક પરમાનન્દમય સ્વરૂપ છે, તે તે મને પોતાને સ્વયં અનુભવવા ગ્ય છે, તે બીજાને સમજાવવા ગ્ય નથી. તેથી હું તે બીજાઓને શું સમજાવું? અર્થાત્ તે મૂઢ છો જાણી શકતા નથી તેમને હું શું સમજાવું?