________________
૧૫૦
ભાવાર્થ- અભવ્ય, અજ્ઞાની, દીર્ધસંસારી જી ગમે તેવાં શાસ્ત્રોને અભ્યાસ કરે પણ મિથ્યાત્વ તથા રાગાદિ ભાવમાં તન્મયપણું ધારવાના સ્વભાવને છોડતા નથી. વળી તેને પિતાના શુદ્ધાત્મ તત્વને એવો નિશ્ચય નથી હોતો કે, જેથી તેના ચિત્તમાં વીતરાગ સ્વસંવેદન જ્ઞાનનો અભ્યાસ રહ્યા કરે. અશુદ્ધ ઉપાદાનના કારણથી અજ્ઞાની જીવ અશુભ કર્મોના ઉદયમાં “હુ દુઃખી છું” એવા ભાવમાં તન્મય થઈ જાય છે, અને જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે “હું સુખી છું” એવા ભાવમાં તન્મય થઈ અહંકાર કરે છે. એથી કર્મોને લેતા થાય છે, પરંતુ જ્ઞાતાદ્રષ્ટા થતા નથી. જે (આત્મા) ઉત્તમ નિમિત્ત કારણ પામીને પણ મિથ્યાત્વથી ન છૂટે તેને પ્રકૃતિ-સ્વભાવ કહીએ, જેમ અભવ્ય છે તેને સ્વભાવ એવો છે કે અનેકાન્ત છે, તત્વસ્વરૂપ જેમાં, એવા વીતરાગ વિજ્ઞાનામૃત સ્વરૂપ જે જૈનધર્મ છે, તે મૂળમાંથી મિથ્યાત્વને નાશ કરનાર છે. તેનું સારી રીતે સ્વરૂપ સાંભળ્યા છતાં જેને મિથ્યાત્વરૂપ ભાવ બદલે નહીં, તે વસ્તુને સ્વભાવ છે. કેઈન કરેલ નથી. અહીં ઉપદેશ અપેક્ષાએ જાણવું. જે અભવ્ય જીવ છે, તે સર્વજ્ઞ ગમ્ય છે, તે પણ અભવ્યની પ્રકૃતિ સરખી પ્રકૃતિ રાખવી નહિ અને મિથ્યાત્વ પરિણતિને ત્યાગ કરી સમ્યકત્વ પરિણતિ રાખવી એ ઉપદેશને હેતુ છે.
સાહિતં ન જાનનિત યથા માં કાવિતં તથા मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ॥१७३॥ અર્થ - પ્રથમ તે, અજ્ઞાની મુર્ખ પ્રાણી વગર સમજાવ્યું આત્માના સ્વરૂપને જાણતા નથી. તેમજ સમજાવવામાં આવતા