________________
૧૭
પદાસ પુર જી. શાય છે,
નિમિત્તથી વિશેષ જ્ઞાની નથી થઈ શકતે. અને જે વિશેષ જ્ઞાની છે. તે અજ્ઞાન ભાવને પ્રાત્પ નથી થતું, પરંતુ જેમ જીવ અને પુદગલના ગમનમાં ધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, તેવી જ રીતે અન્ય મનુષ્યને જ્ઞાની અથવા અજ્ઞાની બનવામાં ગુરુ આદિ નિમિત્ત કારણ છે. ઉપાદાન નહિ. ભાવાર્થ – પદાર્થમાં અંતરંગ ઉપાદાન શક્તિ હોય છે, તેનાથી જ કાર્ય થઈ શકે છે. અન્ય પદાર્થો તે તેને કાર્યરૂપ પરિણમનમાં નિમિત માત્ર થાય છે. જીવ અને પુદુગાળમાં ગમન કરવાની શક્તિ તે સ્વયં છે; અને તે શકિતથી જ્યારે જીવ ગમન કરે છે. ત્યારે ધર્માસ્તિકાય તેના ગમનમાં સહકારી કારણું થાય છે? પરંતુ જે એની ગમન કરવાની શક્તિ ન હોય તો એક નહિ પણ હજારે ધર્માસ્તિકાય સરખાં સહકારી કારણે ભલે મળે, પણ જીવ અને પુગળને ગમન કરાવી શકતા નથી. એમ આત્માની પણ એજ દશા છે. જે આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિને માટે અગ્ય અભવ્ય અજ્ઞાની રહે છે, તેને એક ધર્માચાર્ય તે શું પણ હજારે ધર્માચાર્યોને ઉપદેશ નિરર્થક થાય છે, અને કયારે પણ તે તત્વજ્ઞાની થઈ શકતો નથી. . स्वाभाविकं हि निष्पची क्रियागुणमपेक्षते । ..न व्यापारशतेनापि शुकवत्पाठ्यते वकः ॥१७०॥ અર્થ-કેઇની અવસ્થા બદલવામાં (પરિણતિબદલવામાં) એની સ્વાભાવિક કિયા અથવા સ્વભાવિક ગુણની અપેક્ષા જ આવશ્યક છે. જેમકે સેંકડો ઉપાય કરવાથી પણ બગલાને પિપટની