________________
સુખ જ છે તે પ્રાપ્તિ માટે આત્મા પિતાની પિતે નિન્દા કરે છે કે; “હે દુરાત્મનું! તે આજ સુધી કોઈ વખતે પણ મક્ષિસુખની પ્રાપ્તિને માટે પ્રયત્ન કર્યો નહિઃ સદાય વિષયોમાં જ નિમગ્ન રહ્યો.” એમ પરમહિતકારી જે મોક્ષસુખ, તેની પ્રાપ્તિમાં આત્મા પોતે પિતાને જોડે છે, માટે સર્વથી શ્રેષ્ઠ સુખરૂપ, કલ્યાણકારી ગુરુ પિતાના આત્માને જ માનવો જોઈએ. અહીં શંકા થાય છે કે – જે આત્માને ગુરુ આત્મા જ છે અન્ય નહિ; તો શાસ્ત્રોમાં આ પ્રમાણે ઉપદેશ છે કે, આચાર્ય ગુરુની સેવાભક્તિ કરવી જોઈએ, એમ જે કહેલ છે, તે તે સર્વ વ્યર્થ જશે. શ્રી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે – વાસ્તવમાં પોતાનું ભલું પિતાથી જ થાય છે. બાહા ઉપદેશ તે નિમિત્ત માત્રજ છે. જ્યારે અંતરંગમાં આત્માને પિતાને કલ્યાણ કરવાની અર્થાત આત્મસ્વાધીનતા પ્રાપ્ત કરવાની સાચી રુચી પ્રગટ થશે, ત્યારે જ તે આત્મા એના ઉપાયને જાણવાનો પ્રયત્ન કરશે. મોક્ષ પ્રાપ્તિને શું ઉપાય છે? શું કરવાથી મારો મેક્ષ થાય? એવું જ્ઞાન જ્યારે આત્માને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આત્મા પિતે જ પિતાને એ ઉપાયને આચરણમાં લાવવાની પ્રેરણું કરે છે. કેમકે અંતરંગમાં આત્માને ઉત્સાહ ઉત્પન્ન થયા વિના કયારે પણ આત્માનું હિત નથી થઈ શકતુ એ જ કારણથી પોતાનું સંરક્ષણ વાસ્તવિક પિતાના દ્વારા જ થાય છે.
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च।
गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥१६७॥ અર્થ - આત્મા જ પિતે જ આત્માને જન્મરૂપી સંસારમાં