________________
૧૪૩
છે કે, આત્મામાં શક્તિરૂપે રહેલ અત્યંત ઈષ્ટ (પ્રિય) જે મક્ષ સુખ છે, તેની અંતરંગમાં સ્વાભાવિક ઈચ્છા થાય છે. અર્થાત્ સાસ્ત્ર અથવા સદગુરુના બાહ્ય નિમિત્તથી સ્વાભાવિક નિર્મળ રૂચિરૂપ પરિણામ આત્માની અંદર ઉત્પન્ન થાય છે કે, “મોક્ષ સુખ મને પ્રાપ્ત થાઓ.” (૧) બીજું કારણ એ છે કે, આત્માને જે મેક્ષસુખ પ્રાસ્પિને ઉપાય પ્રિય છે, તે ઉપાયને આત્મા પોતે પિતામાં જ જાણે છે અર્થાત મોક્ષ સુખ પ્રાપ્તિને આ જ ઉપાય છે, એવું જ્ઞાન આત્મમાંજ થાય છે. (૨) ત્રીજુ. કારણ એ છે કે, મોક્ષ સુખના ઉપાયમાં આત્મા સ્વયં પોતે પિતાને જોડે છે. ત્યાં આત્મા એવી રીતે વિચારે છે કેઃ “હે રાત્મન ! જેનું મળવું અત્યંત દુર્લભ છે, એવા મેક્ષ સુખને ઉપાયને તું હવે સારી રીતે જાણી ચુક્યા છે; છતાં પણ હજુ તેમાં વર્તન (આચરણ) કેમ નથી કરતા?” એવી રીતે સ્વયં આપ આપ ન પ્રવર્તવાવાળા આત્માને આત્મા પિતેજ પ્રેરણા કરી પ્રવર્તાવે છે (૩) એ ત્રણે કારણેથી નિશ્ચયમાં આત્માને ગુરૂ આત્મા પોતે જ છે. ભાવાર્થ- આત્માને જ હિતકારી સદુપદેશામૃત આપે તથા આત્માના અંતરંગ અજ્ઞાનને દૂર કરે તેનું નામ ગુરૂ છે. જો કે એવા ગુરુ અન્ય વ્યકિત પણ થઈ શકે છે, પરંતુ તે કહેવા માત્ર જ હોય છે. કેમકે તેઓ કાંઈ આત્માનો સાક્ષાત્ અનુભવ કરાવી શકતા નથી. આત્માને અસલી ગુરુ તે આત્મા પોતે જ છે “મેક્ષસુખ મને પ્રાપ્ત થાય.” એવા પ્રકારની પ્રશસ્ત અભિલાષા ઈરછા) આત્મામાંજ ઉત્પન્ન થાય છે. આત્મામાં એવું જ્ઞાન રહે છે કે, સંસારમાં સર્વથી અભીષ્ટ અત્યંતપ્રિય) મોક્ષ પદાર્થ–મેક્ષ