________________
૭૫
ઉપયોગ ભૂમિમાં આવવા દેતું નથી. અર્થાત સ્વીકારતા નથી. તે ભાવે પરિણમતું નથી તે માત્ર જ્ઞાયક ભાવે રહી ઉદયજન્ય વિપાકને જાણે છે અને જ્ઞાનભાવે પરિણમે છે. તે કેમકે સચ્ચનરૂપ રત્નમાંથી ઝરતાં અસાધારણ અદભુત-અપૂર્વ ઉપગારૂપ અમૃતનું જ કારણ છે. રાગદ્વેષાદિક તે મેહની કર્મના ઉદયને વિપાક છે. તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદે જ છે, એમ સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની ભવ્યાત્મા જાણે છે. ઉભય બંધ જ સંસ્કાર નું કારણ છે. તે જ્ઞાની આત્મા પ્રજ્ઞાથીપિતાના આત્માને ને તારવી લે છે. અજ્ઞાનીને તે કળાને અભાવ છે, તેથી તન્મય થઈ ઉભય બંધરૂપે પરિણમે છે. અજ્ઞાનીને પૂર્વ ઉદય કર્મ નવા બંધ (સંસારનું કારણ થાય છે અને જ્ઞાનીને તે પૂર્વકર્મ નિર્જરાનું કારણ થાય છે આજ જ્ઞાનીની અગાધ ભેદજ્ઞાનની કળા છે. તે અજ્ઞાનીની બુદ્ધિમાં આવી શકતું નથી. भावेन येन जीवः पश्यति जानात्यागतं विषये ।
रज्यति तेनैव पुनर्बध्यते कर्मेत्युपदेशः ।। ८४ ।। અર્થ- આ આત્મા રાગ દ્વેષ મહભાવે કરી ઈન્દ્રિાના વિષયમાં આવેલ જે ઈચ્છાનિષ્ટ પદાર્થોને જાણે છે, દેખે છે અને રાગ દ્વેષ નેહરૂપ પરિણામે કરી તદાકાર (લીન) થઈ જાય છે. અને ફરી તે, ભાવના નિમિતથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના દ્રવ્ય કર્મ બંધાય છે, એ ભગવાનને ઉપદેશ છે. ભાવાર્થ- આત્મા જ્ઞાતા દષ્ટા સ્વભાવી છે. પરંતુ જયારે સગ છેષ મહ ભાવથી રેય પદાર્થને દેખે છે- જાણે છે ત્યારે આત્માને