________________
અર્થ - એમ અત્યંત ભયંકર મરણનું કારણ મહા સન્નિપાત (વિષ) ના તીવ્ર ઉદયમાં જ થાય છે, તેમ દર્શન મેહના ઉદયમાં મિથ્યાત્વરૂપ પરિણામ મહા દુઃખનું જ કારણ થાય છે. જેમ ઉગ્ર ઝેર પાએલ ઝેરી બાણથી વિધાએલ પ્રાણને, જીવવાનો કોઈ ઉપાય જ નથી, મયે જ છૂટકે છે, તેમ કાલર્ટ વિષ સમાન ઝેરી પરિણામથી ભરપૂર મિથ્યાત્વરૂપી શલ્ય (બાણથી) વિધાએલ પ્રાણ નિગદ નરક તથા તિર્યંચમાં અનંતાનંત કાલસુધી તીવ્ર વેદના અનુભવે છે. ત્યાંથી નીકળવાને કઈ પણ માર્ગ સૂઝતું નથી, કેમકે મિથ્યાત્વ પરિણામમાં અને મિથ્યાત્વના અણુઓમાં એવી કઈ વિચિત્ર ઝેરી શક્તિ સમાયેલી છે કે, ત્રણે લેકના જંગમ સ્થાવર કઈ પણ ઝેરી પદાર્થોમાં એવી (મિથ્યાત્વના જેવી) ઝેરી શક્તિ નથી. મિથ્યાત્વના એક અણુમાં અનંતુ ઝેર ભરેલું છે કે, કેવલજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે, તે ગુણોને જ વાત કરે છે.
न मिथ्यात्व समः शत्रुर्न मिथ्यात्वसमं विषं ।
न मिथ्यात्वसमा रोगो न मिथ्यात्वसमं तमः ॥१२६॥ અર્થ - ત્રણે લેકમાં અને ત્રણે કાલમાં મિથ્યાત્વ સમાન આત્માને કેઈ અન્ય શત્રુ નથી, મિથ્યાત્વ સમાન બીજું એકે ઝેર નથી અને મિથ્યાત્વ સમાન બીજે કઈ રોગ નથી, તથા મિથ્યાત્વ સમાન બીજુ એ કે ઘોર અંધારૂં નથી. કેમકે પરમાર્થ માર્ગ તે સૂઝવા જ આપતું નથી.