________________
૧૪૦
संसारो बहुदु:खतः सुखपदं निर्वाणमेतत्कृते । त्यक्तवार्थादि तपोवनं वयमितास्तत्रोज्झितः संशयः। एतस्मादपि दुष्करव्रतविधेनोद्यापि सिद्धिर्यतो। .. वाताली तरलीकृतं दलमिव भ्राम्यत्यदो मानसम् ॥१६०॥ અર્થ - હે કાશ્યામૃતના નિધે જિનેન્દ્રદેવી આ સંસાર તે અનેક પ્રકારના ભયંકર દુઃખોને આપવાવાળે છે અને વાસ્તવિક અતીન્દ્રિય સુખનું સ્થાન તે મોક્ષ છે. અર્થાત વાસ્તવિક સુખને આપવા વાળું સ્થાન મેક્ષ છે. એટલા માટે એ મેક્ષની પ્રાપ્તિને અર્થે અમે સમસ્ત ધન ધાન્યાદિ પરિગ્રહને ત્યાગ કર્યો તથા અમે તપવનને પણ પ્રાપ્ત થયાઅર્થાત્ તપવનમાં ગયા. અમે સમસ્ત પ્રકારના સંશને પણ છેડી દીધા, તથા અત્યંત દુર્ધર વ્રત પણ ધારણ કર્યા; કિન્તુ હજુ સુધી આટલું આટલું કર્યા છતાં પણ આત્મ સિદ્ધિની પ્રાપ્તિ ન થઈ. કેમકે પવનના સમૂહથી કંપાયમાન થએલ પાંદડાના સમાન અમારું મન રાત દિવસ બાહ્ય પદાર્થોમાં ભ્રમણ કર્યા કરે છે.
खल्पकार्यकृतौचिन्ता महायजायतेध्रुवम् । मुनीनां शुद्धचिद्रूप ध्यान पर्वतभंजने ॥१६१॥ અર્થ- જેવી રીતે વજ, પર્વત પર પડતાં જ પર્વતના ચૂર ચૂરા કરી નાખે છે, તેવી રીતે જે મનુષ્ય શુદ્ધચિપનું ચિંતવન કરવાવાળે છે તે જે કઈ થોડા કાર્યને માટે અન્ય જરા પણ ચિંતા કરે, તે શુદ્ધ ચિતૂપના ધ્યાનથી સર્વથા વિચલિત થઈ જાય છે.