________________
૧૨૬
માટે હૃદયમાં નિર્મળ ધ્યાનરૂપી પરમ શીતવીભૂત અમૃત પરિણામને, અપૂર્વ સ્થાન આપ્યું અને જિનેન્દ્રદેવ સિદ્ધ પરમાત્મા, સર્વે સાધુ અને સત્ય ધર્મને તેમણે આશ્રય લીધે, કેમકે તે ઉત્તમ મંગલ અને સુશરણ રૂપ છે. હવે આત્માને નહીં કિતુ શરીરને બાળતી એવી અગ્નિએ એક મહાન ભયંકર રૂપ ધારણ કર્યું. જેમાં અગ્નિ ખડની ઝુંપડીને બાળતી ગગન સુધી ફેલાય, તેમ અગ્નિ શરીરને બાળવા લાગી. તે સમયે તેઓ વિચારવા લાગ્યા કે – “અગ્નિ મૂર્ત છે માટે જ મૂત્તિક શરીરને બાળી શકે છે. અમારા અમૂત્તિક આત્માને તે કાંઈ પણ કરી શકતી નથી કેમકે સદશ હોય તેના ઉપરજ સદશનું જોર ચાલે છે. આ આત્મા શુદ્ધ બુદ્ધ ચિત ધન સિદ્ધ છે, નિરાકાર અને નિરંજન છે, ઉપગમય, જ્ઞાતાદ્રષ્ટા છે, દ્રવ્યક્રમ, ભાવકર્મ અને નેકમ એ ત્રણે પ્રકારના કર્મોથી સર્વથા ભિન્ન છે. દેહમાં વ્યાપક છે પરંતુ દેહથી ભિન્ન છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યથી સુશોભિત છે.” એમ આત્મસ્વરૂપને વિચાર કરતા કરતા, વિપક્ષકર્મના ક્ષયને અર્થે બાર ભાવનાઓનું ચિંત્વન કરવા લાગ્યા. ચિંત્વન કરવાથી તેઓની વીતરાગ પરિણતિ એકાન્ત અચળ થઈ ગઈ, સત્ય છે કે, સમર્થ કારણ મળવાથી પુરુષને શીળ સ્વભાવ સ્થિર થઈ જાય છે. તેઓ શરીર આદિ પરિગ્રહને તૃણ કરતાં પણ તુચ્છ સમજે છે. બુદ્ધિમાન પુરુષો અમૃત હાથમાં આવી ગયા પછી, વિષને ક્યારે પણ ગ્રહણ કરતા નથી. એવી રીતે મનેયેગને રેકી, શુદ્ધો- ' પગને આશ્રય લઈ, ત્રણે પાંડેએ તે બહુજ શીદ્ય ક્ષેપક શ્રેણ પર આરોહણ કર્યું અને પ્રબુદ્ધ થઈ શુદ્ધ ધ્યાનના