________________
૧૩૦
ખરામ નિમિત્તથી ચારી, જુગારી, દુરાચારી, કુલક્ષણા ખરાબ થતા દેખીએ છીએ અને હીન-નીચકુળમાં ઉત્પન્ન થએલ જીવ સારી સ`ગતિથી ઊ'ચ થઇ સુખી દેખીએ છીએ, માટે વિવેક જીવે નિમિત્ત સદાય સારાં રાખવાના ઉપાયા કરવા ચેાગ્ય છે. નિમિત્તથી ઉપાદાનની શુદ્ધતા થાય છે. જેમ અગ્નિના નિમિત્તથી સુવર્ણ ના ઉપાદાનની શુદ્ધતા થાય છે અને ત્રાંબું આદિ કુધાતુનાં નિમિત્તથી સુવર્ણ ના ઉપાદાનની મલિનતા થાય છે, એમ જાણી નિમિત્ત સારૂં જ મેળવવું યોગ્ય છે—જ્યાં જ્યાં નિમિત્તની મુખ્યતા છે. તે હવે દૃષ્ટાંતથી બતાવે છે.
શ્રી આદિનાથસ્વામી, ઉત્કૃષ્ટ–સારા ઉપાદાનના ધારક હતા. તેમને અશુભ નિમિત્તથી, વ્યાશી લાખ પૂર્વી વર્ષ કષાયામાં વ્યતીત થયા, દીક્ષા લેવાનાં પરિણામ નથયાં, ત્યારે ઇન્દ્ર મહારાજે અવધિજ્ઞાનથી વિચાર્યું જે તીર્થંકર ભગવાનનું સર્વ આયુષ્ય કર્મ પ`ચેન્દ્રિય ભાગામાં વ્યતિત થયું; તેપણુ ભગવાનને વિરક્તભાવ ન થયા, માટે કાંઇક દીક્ષા લે તેવું નિમિત્ત વિચારવું. ત્યારે ઇન્દ્રે એક નીલાંજના નામની અપ્સરાનું આયુ બહુ જ અલ્પ જાણી નીલાંજનાને આજ્ઞા કરી, ત્યારે તે દેવીએ ઇન્દ્રની અનુમતિ લઈ ભગવાન સમ્મુખ અદ્ભુત નૃત્ય અને ગાયન આર ંભ્યું. તે દેવાંગનાના દિવ્ય નૃત્યને દેખી સભાના સર્વે દેવ તથા મનુષ્ય આશ્ચર્ય પામ્યા: કેમકે આ નૃત્ય ઇન્દ્રને પણ દુર્લભ છે, એવું અદ્ભુત નૃત્ય કરવાના સમયે જ એનું આયુ પુર્ણ થયુ. તે દેવીના આત્મા પરલેાક સિધાવ્યા અને શરીર, દર્પણની છાયાના પ્રતિબિમ્બવત્ અદશ્ય થઈ ગયું પર ́તુ તે નૃત્યના ઉત્સવના