________________
૧૭૭
દિવ્ય રસનું આસ્વાદન કરે છે, એવી જ રીતે જે મુનિ સમસ્ત વિકલ્પને છોડી ને શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરે છે, તે જ ભવ્ય જીના પૂજનીક છે.
किं बाह्येषु परेषु वस्तुषु मनः कृत्वा विकल्पान्बहून् । रागद्वेषमयान् मुधैव कुरुषे दुःखाय कमाशुभम् । आनंदामृतसागरे यदि वसस्यासाय शुद्धात्मनि । स्फीतं तत्सुखमेकतामुपगतं त्वं यासि रे निश्चितम् ॥१५६॥ અર્થ - હે મન ! બાહી તથા તારા સ્વરૂપથી અત્યંત ભિન્ન જે શરીર, સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે, એમાં રાગ દ્વેષ રૂપ અનેક પ્રકારના વિકલ્પો કરીને તું દુઃખને માટે વ્યર્થ અશુભ કર્મને કેમ બાંધે છે? પરંતુ જે તું આનન્દરૂપી અમૃતના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી ને એમાં નિવાસ કરીશ, તે તે વિશાળ (વિસ્તીર્ણ) નિર્વાણ રૂપી સુખને અવશ્ય પામીશ. ભાવાર્થ- તારે તે આનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાંજ નિવાસ કરવું જોઈએ અને એનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ. જે ભવ્ય આત્માનું મન રાગ દ્વેષાદિક–સંક૯૫ વિક રૂપી મળથી રહિત છે, તેજ પિતાના શુદ્ધ સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે છે. પિતાના ચિત્તને વિકલ્પ રહિત કરવું એજ પરમતત્ત્વ છે. સમ્યફટવની સિદ્ધિને અર્થે ચિત્તને વિકલ્પ રહિત કરે. यद्यद्यदेव मनसि स्थितं भवेत्तत्तदेव सहसा परित्यजेत् । . इत्युपाधिपरिहारपूर्णता सा यदा भवति तत्पदं तदा ॥१५७।।