________________
૧૩૫
નિર્મળતા પ્રાપ્ત થઈ ચૂકી છે, એવી ભાવ શુદ્ધિને મન શુદ્ધિ કહે છે. સર્વે શુદ્ધિઓમાં પ્રધાન પણે મન શુદ્ધિ જ માનેલ છે.
यथा यथा विशुद्धः स्याद् वृद्धिरन्तः प्रकाशिनी ।
तथा तथा हृषीकाणामुपेक्षा विषयेष्वपि ॥१५०॥ અર્થ- જેમ જેમ ઉપયોગરૂપ પરિણામની વિશુદ્ધિની વૃદ્ધિ અંતરંગમાં પ્રકાશ નાખે છે તેમ તેમ આત્માની ઇન્દ્રિયેના વિષયમાં ઉપેક્ષા (ઉદાસીનતા) બુદ્ધિ થતી જાય છે. सरःसालले स्थिरीभूते दृश्यते नीर निपतित मपि यथारत्नम् । मनःसलिले स्थिरीभूते दृश्यत आत्मा तथा विमले ॥१५॥ અર્થ- નિર્મળ, સ્વચ્છ, અને સ્થિરીભૂત સરોવરના શાન્ત જળમાં પડેલું રત્ન જેમ સ્પષ્ટ દેખાય છે, તેમ સંકલ્પ વિકલ્પ રૂપી મળથી રહિત નિર્મલ અને સ્થિરીભૂત (નિર્વિકલ્પ) મન રૂપી જળને વિષે શુદ્ધાત્મા રૂપી મહારત્ન પ્રત્યક્ષ દેખાય છે: અર્થાત અનુભવ થાય છેसंपनियाणि संयम्यस्तिमितेनान्तरात्मना ।
यत्क्षणं पश्यतो भाति तत्तत्वं परमात्मनः ॥१५२॥ અર્થ - પિત પિતાના વિષયમાં જતી એવી પાંચે ઈન્દ્રિયને રાકી અને સ્થિરીભૂત મનથી અર્થાત્ પિતે પિતાથી પિતાની અંદર આત્મા છે તે તરફ મનને (ઉપગને) સમ્મુખ રાખવા ક્ષણ માત્ર પણ અનુભવ કરવાવાળાને જે સ્વરૂપ ઝળકે છે, તેજ પરમાત્માનું સ્વરૂપ છે,