________________
લીધી. પરંતુ રાજા, કેટવાળ અને અન્ય કેઈના પર સુબુધિકુમારે દ્વેષ ભાવ ન કર્યો, તે સજ્જન પુરુષને સહજ સ્વભાવ છે, તેઓ પરની અજ્ઞાન ચેષ્ટાને નથી જોતા, પરંતુ પિતાના સજજન સ્વભાવની જ રક્ષા કરે છે, સુદર્શન શેઠે પણ ઘર ઉપસર્ગ સહન કર્યો, એમ આ ત્રણે મહાપુરુષનું ઉપાદાના કારણ શુદ્ધ હતું, નિમિત્ત ખરાબ હતું, તેપણુ ફળ સારૂં જ ઉત્પન્ન થયું. હવે જ્યાં ઉપાદાન ખરાબ હોય, અશુભ, દગાબાજી, રૂપ હોય ક્રોધમાનાદિ કષાયરૂપ હય, અને નિમિત્ત સારું હોય, પૂજા, દાન, શાસ્ત્રનું સાંભળવું-ભણવું, તપ, સંયમાદિક અનેક નિમિત્ત સારાં હોય તે પણ અશુભ ઉપાદાનના વેગથી પાપ બન્ધજ થાય છે. જેમ કેઈ ચેર પારકું ધન હરવાને માટે ધર્માત્માને વેષ બનાવી અનેક ધર્મ સેવન, પૂજા-પાઠ, તપાદિક કરે છે, પરંતુ અશુભ ઉપાદાનના વેગથી પાપને જ બંધ કરે છે, તેવી રીતે આ જીવને અનેક ભાવની પ્રવૃત્તિ હોય છે. કયાંક તે જેવું નિમિત્ત તેવું જ ઉપાદાન હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ શુભ વા અશુભને બધે પડે અને કયાંક તે નિમિત્ત બીજા પ્રકારનું હોય અને ઉપાદાન પણ બીજા જ પ્રકારનું હોય ત્યાં ફળ ઉપાદાન પ્રમાણે હોય છે. માટે વિવેકી મનુષ્ય પરભવના સુખને અર્થે નિમિત્ત તે સારૂં જ મેળવવું અને ઉપાદાન તે સદાય સારું રાખવું યોગ્ય છે. સારા નિમિત્તથી શુભ ઉપાદાનવાળા જીવને મહાન શુભ ફળ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્તથી પરમ્પરાએ ઉપાદાન પણ શુભ થઈ જાય છે. અને ખરાબ નિમિત્તથી ઉપાદાન પણ ખરાબ થઈ જાય છે. એમ પ્રત્યક્ષ દેખીએ છીએ કે સારા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થએલ કુળવાન જીવ,