________________
ફિર
થઈ જાય છે. તે લાલ થવાની ઉપાદાન શકિત તે હળદરની છે પરંતુ નિમિત્ત સાજીનું મળે લાલ થાય છે.-બીજું સ્ફટિક મણિ નિર્મળ છે, પરંતુ તેની નીચે ડંક આપવાથી મણિ પીળી થાય, શ્યામ આપવાથી શ્યામ થાય. તે સ્ફટિક મણિ સ્વભાવથી તે મહાનિર્મળ વેત છે. પણ જેવું ડંકનું નિમિત્ત મળે છે તેવુંજ ભાસે છે. તે લાલ, પીત, શ્યામ થવાની ઉપાદાન શક્તિ તે સ્ફટિક મણિની છે અને નિમિત્ત ડંકનું છે. માટે અહીં તે નિમિત્તની પ્રધાનતા આવી. અથવા લેતું કુધાતુ-નીચ ધાતુ છે; પરંતુ જે ઉત્તમ પારસ-પાષાણનું નિમિત્ત મળે ત્યારે કંચન રૂપ થાય છે. તે સુવર્ણરૂપ થવાની ઉપાદાન શક્તિ તો લેઢામાંજ છે, બીજી ધાતુઓમાં નથી, છતાં પારસનું નિમિત્ત લેઢાને મળે તે જ સુવર્ણરૂપ થાય છે. માટે હે ભવ્યી જીવથી જીવને, પુદ્ગલથી પુલને જ્યાં ત્યાં નિમિત્તિની જ પ્રધાનતા છે. માટે વિવેકી પુરુષે સારું નિમિત્ત મેળવવું એગ્ય છે. વિશેષ એટલું છે કે પિતાના પરિણામની વિશુદ્ધતાથી અધિક વિશુદ્ધતાનું નિમિત્ત હાયતે આપણું ઉપાદાન, નિમિત્ત પ્રમાણે કરવું. અને આપણા ભાની વિશુદ્ધતાથી નિમિત્ત સામાન્ય છે તે આપણું ઉપાદાન, નિમિત્ત પ્રમાણે ન કરવું-ઈત્યાદિક વિચારણા પૂર્વક પિતાની નિર્મળ બુદ્ધિથી વિચારવું યોગ્ય છે. એ પ્રમાણે નિમિત્ત-ઉપાદાનનું
સ્વરૂપ જાણવું. કઈ જગ્યાએ નિમિત્તની પ્રધાનતા હોય છે, કેઈ જગ્યાએ ઉપાદાનની પ્રધાનતા હોય છે, એમ બન્ને પ્રકારે જ્યાં જેમ છે, તેમ જાણવું. એકાંતને ગ્રહણ ન કરવું તેનું નામ સમ્યજ્ઞાન છે.