________________
ભંગ ન થાય એટલા માટે ઇન્દ્ર તક્ષણ તેવી જ બીજી નવી દેવાંગના રચીને ગોઠવી. તેથી નૃત્યને તાલ-રાગ-ચાલ ભંગ થવા ન પામ્યો. આ ચરિત્ર સભાના સર્વે જીવ-મનુષ્યાદિ હતા તે કેઇએ એમ ન જાણ્યું કે આ બીજી દેવી છે, સર્વેએ એમજ જાણ્યું કે એજ દેવી નીલાંજના નાચ કરે છે. એ ચરિત્રનેં ભગવાને અવધિજ્ઞાનથી જાણી લીધું કે, જે દેવી નૃત્ય કરતી હતી તે દેવી નીલાંજના તે કાયા તજી પરલોકમાં ગઈ. આ ઈ નવી દેવી રચી છે, “અહ–ધિક્કાર છે સંસારને કેમકે સંસાર ક્ષણભંગુર-ચપળ અથવા વિનાશી છે,” એમ વિચારી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી લોકાંતિક દેવ આવ્યા, પછી દીક્ષા ધારણ કરી, ધ્યાનાગ્નિથી ઘાતી કર્મોને નાશ કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી બાકી બચેલ, અધાતીકને નાશ કરી, સિદ્ધપદને પ્રાપ્ત થયા. અર્થાત્ સ્વાભેપલબ્ધિ સ્વરૂપ શાશ્વત સિદ્ધપર્યાયને પ્રાપ્ત થયા. તે આદિનાથ ભગવાન અમારા આત્માને પણ સિદ્ધપદને પ્રાપ્ત કરાવે. અહીં જુએ કે નિમિત્તનું જ મહત્પણું આવ્યુ માટે સત્યુએ પોતાના કલ્યાણને અર્થે કુસંગને ત્યાગ કરી શુભ નિમિત્ત મેળવવા પ્રયત્ન શીલ બનવું, એજ સુખાકારી છે. અને આત્માને શ્રેયસ્કર છે. એમ જીવને જીવનું નિમિત્તે કહ્યું.
વાત કરી ત્યાપછી દીક્ષા વિચારી
પ્રાપ્ત કરી આ
હવે પુણળનું પુળથી નિમિત્ત ઉપાદાન કહીએ છીએ દાખલા તરીકે હળદર સ્વભાવથી જ પીળી છે એને ઘસીને જળમાં નાખીએ તે જલ પણ પીળુ જ થાય પરંતુ એવા પીળા જળમાં સાજી ખાર નાખીએ તે સાજીના નિમિત્તથી જળ બધું લાલ