________________
૧૨૫
કરવા લાગ્યા કે “અમારા મામાઓને મારીને આ મન્મત્ત પાંડ અહીં છૂપાઈને રહ્યાં છે. હવે તે અમે એમને જોઈ લીધા. તેઓ હવે ક્યાં જશે? આ સમયે અમને બદલે લેવાને માટે અમૂલ્ય સમય મળે છે. કારણ કે તેઓ ધ્યાનમાં આરૂઢ થઈ રહેલ છે, તેથી જરા પણ યુદ્ધ નહીં કરે. મૌન ધારી પાંડે ત્યાં જીવન પર્યન્ત પ્રતિજ્ઞા બદ્ધ છે. એટલે બળવાન છતાં પણ નિર્બળ છે, માટે તે અભિમાનીઓને સંપૂર્ણ તિરસ્કારની સાથે કેમ ન મારીયે? અમારે એમ અવશ્ય કરવું જ જાઈએ” . એમ વિચાર કરી તે દુષ્ટોએ લેઢાના સેળ આભૂષણે બનાવ્યા અને તેને બળતી એવી જાજ્વલ્યમાન આગમાં ખૂબ તપાવી અગ્નિ સમાન લાલચોળ બનાવ્યા, ત્યાર પછી તેઓએ બળતી એવી જવાળાની માફક લેઢાના મુકુટને પાંડવોના મસ્તક ઉપર રાખ્યાં, કાનમાં કુંડળ પહેરાવ્યાં, ગળામાં હાર નાખ્યા હાથમાં કડાં, કેડમાં કદરા પહેરાવ્યા, પગમાં લંગર, અને હાથની અંગુલીઓમાં મુદ્રિકાઓ (વીંટીઓ) પહેરાવી. તે ધમ હીન અધર્મીઓએ એવી રીતે દુઃખ આપવાને પાંડવોને અગ્નિથી તપાવેલ લાલચોળ લેઢાનાં ઘરેણાં પહેરાવ્યાં. એવી રીતે પૂરેપૂરું દારુણ દુઃખ આપ્યું. દુખ આપવામાં જરાપણ ખામી ન રાખી તે સૌમ્યમૂર્તિ વીતરાગી મુનીનાં શરીરમાં જે સમય ઘરેણાં પહેરાવવામાં આવ્યાં કે તેજ ક્ષણે તે ધર્માત્માઓનાં અત્યંત સુકોમળ શરીર બળવાં લાગ્યાં. જેમ અગ્નિના વેગથી સૂકાં કાષ્ટ બળવાં મંડે, અને ધુમાડાં નીકળે તેમ તે કૃપાળુઓના શરીરે બળવાં લાગ્યાં, ને ધુમાડાં નિકળવા મંડયા. તે સમયે તે ધર્મમૂર્તિ પાંડવે પિતાનાં શરીર ને બળતiદેખી તે નિર્મળ હૃદયી પિંડેએ દાહની શાન્તિને .