________________
૧૨૭
તે નવશે ત્રેવશ મરીને ભરત મહારાજના વર્ધન કુમાર આદિ પુત્ર થયા. તેઓ કઈ સાથે બેલતા ન હતા, તે કારણથી ભરત મહારાજે સમવસરણમાં ભગવાન રૂષભદેવ સ્વામીને પૂછ્યુંભગવાને દિવ્યવનિમાં તેઓના પૂર્વ નું વૃત્તાંત કહ્યું. એ વૃત્તાંતે સમવસરણમાં આવેલ વર્ધન આદિ કુમારોએ સાંભળ્યા, સાંભળીને તે સર્વે વધન કુમારાદિએ દિક્ષા લીધી મહાન તપશ્ચરણ કર્યું અને ઘણુજ અલ્પ સમયમાં મેક્ષ ગયા, માટે ભવ્ય આત્માએ પરિણામનું એવું અદ્ભુત માહાસ્ય જાણું, પોતાના પરિણામ ન બગડે એ ઉપયોગ રાખો અને પરિણામને સુધારવાને સદાય ઉપાય કરો.
નિમિત્ત ઉપાદાનનું (દષ્ટાંત) થી સ્વરુપ,
જે દ્રવ્યની શક્તિ, દ્રવ્યથીજ ઉત્પન્ન થાય, તેને ઉપાદાન કહીયે, અને બીજા પદાર્થના સાગથી શકિત પ્રગટે તેને નિમિત્ત કહીએ, જેમ જીવ વિષે, શુભાશુભરૂપ રાગ-દ્વેષ પરિણમનની શક્તિ તે તે જીવનું ઉપાદાન છે, અને જે પદાર્થનું નિમિત્ત પામી, રાગદ્વેષરૂપ આત્મા થયે તે પર પદાર્થ નિમિત્ત છે. આ નિમિત્ત–ઉપાદાનથી જ શુભાશુભ કને બન્ધ આત્માને થાય છે, તે કહે છે. જે જીવનું ઉપાદાન સારું હોય અને પૂજા, દાન, શીલ, સંયમ, તપ, જૈન શાસ્ત્રોની સ્વાધ્યાય, શ્રવણ, તથા મુનિ-શ્રાવક આદિ ધમી જીવનો સંગ ઈત્યાદિક શુભ નિમિત્ત હોય, તો જીવને લાંબી સ્થિતિનાં શુભ કર્મ બંધાય. તેનું ફળ એ મળે કે આત્મા ભવ ભવ સુખી થાય, અને જ્યાં આત્માનું