________________
૧૧૪ પોતે કાર્ય રૂપે ન પરિણમે કિન્તુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક રૂપ થાય, તેને નિમિત્ત કારણ અથવા સહકારી કારણ કહે છે. બહિરંગ નિમિત્ત કારણ તે અનેક હોય છે. એમાં કઈ દેષ નથી. જેમ ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક આદિ અનેક બાહ્ય કારણે છે. કાર્યની ઉત્પત્તિ થઈ ગયા પછી પણ નિમિત્ત કારણ પોતે સદાય જુદુ જ રહે છે : માટે સિદ્ધ થયું કે નિશ્ચયથી માટી ઘટરૂપ કાર્યની ક્ત છે અને વ્યવહારથી કુંભાર કર્તા છે, પરંતુ નિશ્ચયથી તે કુંભાર પોતાનાં ચૈતન્યમય ઘટાકાર પરિણામેને કર્તા છે અને વ્યવહારથી કુંભાર ઘટના પરિણામોને કર્તા છે. (જ્યાં ઉપાદાન કારણ છે ત્યાં નિશ્ચય નય છે, અને
જ્યાં નિમિત્ત કારણ છે ત્યાં વ્યવહાર નય છે. જેની પર્યાય પલટે તેને બતાવવાવાળો નિશ્ચય નય છે અને જેના નિમિત્તથી પર્યાય પલટે તેને બતાવવા વાળો વ્યવહાર નય છે) જે એમ કહેવામાં આવે કે ચેતનાત્મક ઘટાકાર પરિણામને કર્તા સર્વથા પ્રકારે નિશ્ચય નયથી ઘટ જ છે, કુંભાર નથી; તે અચેતન ઘટ ચેતનાત્મક ઘટાકાર પરિણામને કર્તા કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. ચૈતન્યદ્રવ્ય અચેતન પરિણામેનું કર્તા થતું નથી, અને અચેતન દ્રવ્ય ચૈતન્ય પરિણામોનું કર્તા થતું નથી. એમ આત્મા અને કર્મોમાં ઉપાદાન નિમિત્તનું કથન જાણવું. ઉપાદાન કારણ બે પ્રકારે હોય છે, એક શુદ્ધ ઉપાદાન અને બીજું અશુદ્ધ ઉપાદાન કારણ, ઉપાધિ વિનાના કારણને શુદ્ધ ઉપાદાન કારણ કહે છે, ઉપાધિવિનાના પારદર્શક શુદ્ધ સ્ફટિક રત્ન સમાન શુદ્ધ ઉપાદાન છે. અને ડંક (ડાઘ) લાગેલ ઉપાધિવાળા સ્ફટિક રત્ન સમાન-અશુદ્ધ ઉપાદાન છે–“રૂપાિન કાર સદર ”